GSTV

વ્યક્તિને છીંક આવી અને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ રીતસર ભાગ્યા, તેઓ એક સમયે કરતા હતા માસ્કનો વિરોધ

Last Updated on September 16, 2020 by Mansi Patel

અમેરિકાના જાણીતા પત્રકારની નવી ટેપમાં ખુલાસો થયો છે કે એક વ્યક્તિને છીંક આવતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું કાર્યાલય છોડી દીધું હતું. ટ્રમ્પે ટેપમાં જાતે જ આ ઘટનાની કબૂલાત સાંભળવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું- ‘હું થોડા દિવસો પહેલા વ્હાઇટ હાઉસમાં હતો. ઓવલ ઓફિસમાં 10 લોકો સાથે બેઠક થઈ હતી. એક વ્યક્તિને અચાનક છીંક આવી. રૂમના બધા લોકો ત્યાંથી છટકી ગયા. હું પણ.’ આ ઘટના 13 એપ્રિલના રોજ બની હતી. આ તારીખ મહત્વપૂર્ણ હતી કારણ કે આ દિવસે ટ્રમ્પ જાહેરમાં લોકડાઉન ખોલવાની તરફેણમાં બોલતા હતા.

પ્રખ્યાત પત્રકાર બોબ વુડવર્ડે સોમવારે રાત્રે એક શોમાં આ ટેપનો ખુલાસો કર્યો હતો. તેમણે ટ્રમ્પ સાથે 18 ઇન્ટરવ્યુ લીધા હતા. ટેપમાં, ટ્રમ્પે પ્રથમ વૂડવર્ડને કહ્યું હતું કે કોરોના વાયરસ કેટલો ચેપી છે. ટ્રમ્પે કહ્યું- ‘અને બોબ, તે ચેપને એટલી સરળતાથી ફેલાવે છે કે તમને વિશ્વાસ નહીં થાય.’ પત્રકાર બોબ વુડવર્ડે અમેરિકન રાષ્ટ્રપતિ પર આરોપ મૂક્યો છે કે, અમેરિકાના લોકોને બચાવવામાં ટ્રમ્પ નિષ્ફળ છે. તેઓ લોકોને સત્ય જણાવી શક્યા નહીં. યુ.એસ. માં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા, 68 લાખને વટાવી ગઈ છે, અત્યાર સુધીમાં વાયરસના કારણે 2 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

READ ALSO

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!