GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

‘તું હજી મને ઓળખતો નથી, તારો દાવ કરી નાખીશ’ ટ્રાફિક પોલીસને લાફો ઝીંકી નબીરાએ કરી દબંગાઇ

પોલીસ

સુરતના વેડ દરવાજા ચાર રસ્તા પાસે આજે બપોરે ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરતી હતી ત્યારે માસ્ક પહેર્યા વિના પલ્સર ઉપર રોંગ સાઈડ આવેલા બે યુવાનને પીએસઆઇની સૂચનાથી અટકાવનાર ટીઆરબી જવાનને લાફો મારી સિગારેટ ફૂંકી રહેલા એક યુવાને કહ્યું હતું, તું હજી મને ઓળખતો નથી, તારો દાવ કરી નાખીશ.

આજે બપોરે 12 વાગ્યે વેડ દરવાજા ચાર રસ્તાથી સિંગણપોર જવાના રોડ પર વાહન ચેકીંગ દરમિયાન રોંગ સાઈડ આવેલા પલ્સર બાઈક ( નં. જીજે-19-એસ-0841 ) પર સવાર બે યુવાનોને અટકાવતા સિગારેટ ફૂંકી રહેલા રક દાઢીધારી યુવાને ટીઆરબી મિથુન પ્રેમભાઇ ચાવડાને ધમકી આપી હતી કે , ” હું અહીંથી જ પલ્સર લઈને જઈશ, તું હજી મને ઓળખતો નથી, તારા કોઈ અધિકારીને પૂછ કે અમે કોણ છીએ. તું તારી નોકરી સાચવ, તારે દરરોજ અહીં જ નોકરી કરવાની છે, નહીં તો તારો દાવ કરી નાખીશ. ” તેમને સમજાવવા પ્રયાસ કરતા ટીઆરબી જવાનને લાફો મારી દેવાયો હતો તેમજ પીએસઆઇ જે.એલ.પટેલ સાથે પણ ગાળાગાળી કરી હું તને હાઇકોર્ટમાં ઘસડી જઈશ કહી ધમકી આપી હતી.પોલીસે તેમનો વિડીયો ઉતારવાનું શરૂ કરતા યુવાનોએ ટોળું ભેગું કરી પોલીસને ગાળો આપવા માંડી હતી.

દાઢીધારી યુવાને બાઈક મારી છે તેમ કહી પોતાનું નામ ઝહીર હસન ટેલર ( ઉ.વ.48 ) ( રહે. 7/2086, લાલમીયાં મસ્જીદ રોડ, રામપુરા, સુરત ) અને ચાલકે ઈબ્રાહીમ બુસા વરીયા તરીકે ઓળખ આપી હતી. બંનેએ ટોળું ભેગું કરતા પીએસઆઇએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. ત્યારે ટોળામાંથી 50 વર્ષીય સફેદ કફની, કાળો પાયજામો પહેરેલો હાજી દાઢી ધરાવતા એક વ્યક્તિએ બંને યુવાનોનું ઉપરાણું લઇ પીએસઆઇ પટેલ સાથે માથાકૂટ કરતા કહ્યું હતું કે તમે કેમ અમારા માણસોને હેરાન કરો છો ? કહી બંને યુવાનોને ભગાડી જાતે પણ ભાગી ગયો હતો.

બનાવ અંગે બાદમાં ટીઆરબી જવાને ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝહીર ટેલરે અગાઉ પણ પોલીસ અધિકારીઓ તેમજ જવાનો સાથે માથાકૂટ કરી છે.

Read Also

Related posts

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah

વિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!