GSTV
Home » News » તારું નામ શું છે? પુછીને ગોળી મારી દીધી, કહ્યું- ‘તારે તો પાકિસ્તાનમાં રહેવું જોઈએ’ Video

તારું નામ શું છે? પુછીને ગોળી મારી દીધી, કહ્યું- ‘તારે તો પાકિસ્તાનમાં રહેવું જોઈએ’ Video

Begusarai muslim vendor

બિહારના બેગુસરાય જિલ્લાના ચેરિયા બરિયારપુર સ્ટેશન ક્ષેત્રમાં કથિત રૂપથી એક મુસ્લિમ યુવકને ગોળી મારી દીધી. આ ઘટનામાં મુસ્લિમ યુવક ઘાયલ થઈ ગયો છે. ઘાયલ યુવકનો આરોપ છે કે મુસ્લિમ હોવાના કારણે તેને ગોળી મારી દેવામાં આવી. ઘાયલ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે કહ્યું છે કે જિલ્લાના ચેરિયા બરિયારપુર પોલીસ સ્ટેશનમાં આ મામલાની એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ મામલે અત્યાર સુધી આરોપીને ગિરફ્તાર કરવામાં આવ્યો નથી. પોલીસે જણાવ્યા અનુસાર, ‘ ગામે ગામે ફરીને સામાન વેચનાર ફેરીયો મોહમ્મદ કાસિમ રવિવારે કુંભી ગામમાં સામાન વેચવા માટે ગયો હતો, ત્યારે જ રાજીવ યાદવ નામના એક વ્યક્તિએ તેને રોક્યો અને નામ પુછ્યા બાદ તેને ગોળી મારી દીધી.’

આ મામલે કાસિમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાસિમ કહી રહ્યો છે કે, ‘મને રાજીવ યાદવે રોક્યો અને તેણે મને મારૂ નામ પુછ્યુ. જ્યારે મે તેને પોતાનું નામ જણાવ્યું તો તેણે મને ગોળી મારી દીધી. ’

કાસિમ વીડિયોમાં એવુ કહી રહ્યો છે કે યાદન નશામાં હતો. તેણે કથિત રીતે યાદવને ધક્કો મારી દીધો અને તે પિસ્તોલમાં વધુ એક ગોળી ભરવા જતો હતો ત્યારે તે ત્યાંથી ભાગી નિકળ્યો. કસિમે જણાવ્યું કે ગોળી વાગવાના કારણે તે ઘાયલ થઈ ગયો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અહીં બેગુસરાયના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અવકાશ કુમારે સોમવારે જમાવ્યું કે મોહમ્મદ કાસિમના નિવેદન પર ચેરિયા બરિયારપુર સ્ટેશનમાં આ મામલાની એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે આરોપીને ગિરફ્તાર કરવા માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  

Read Also

Related posts

‘હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાઓ અને POK વિશે વાત કરો’ રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

Mayur

એક દિવસ ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઈટ બનાવશે: PM મોદી

Mayur

જમ્મુમાં 2G સ્પીડ સાથે ઈન્ટરન્ટ સેવા શરૂ કરવામાં આવી હતી હવે એ પણ બંધ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!