GSTV
Trending Videos Viral Videos

ડર વિના વિશાળકાય અજગરને હાથથી પકડી લીધો, પછી જે થયું… વીડિયો જોતા કાંપી જશો

દુનિયામાં ઘણાં ખતરનાક પ્રાણીઓ રહે છે. ઘણાં જીવજંતુઓ ઝેરી હોય છે. તો ઘણાં હિંસક હોવાથી તમને સ્વાહા કરી જાય તો પણ ખબર પડતી નથી. એવા સમયે લોકોએ સાવધ રહેવું જરૂરી છે. આવા ખતરનાક પ્રાણીઓથી હંમેશા દૂર રહેવું વધુ સારું છે. જેમાં સિંહ, વાઘ, ચિત્તા, ચિત્તા અને મગર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય સાપ પણ દુનિયાના સૌથી ખતરનાક જીવોમાંથી એક છે.

જો કે એવું માનવામાં આવે છે કે વિશ્વમાં સાપની 2 હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તમામ સાપ ખતરનાક નથી હોતા. આમાંના કેટલાક સાપ જ ઝેરી હોય છે, જ્યારે અન્ય સાપના કરડવાથી મનુષ્યો પર કોઈ ખાસ અસર થતી નથી. અજગર આમ તો ઝેરી નથી હોતા પરંતુ તેમ છતાં તેની ગણતરી ખતરનાક સાપ તરીકે જરૂર થાય છે. કારણ કે તેઓ ખૂબ જ લાંબા અને શક્તિશાળી હોય છે. આવા જ એક અજગરનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોતાં જ તમારા રૂંવાડા ઊભા થઈ જશે.

અજગર એટલા બધા શક્તિશાળી હોય છે કે તે જેને પકડે તેના હાડકાં તોડી નાંખે છે. માણસને પકડે તો તેનો ભરડો લઈને હાડકાંના ભૂકા બોલાવી નાંખે. હરણ અથવા બકરી જેવા પ્રાણીઓને પણ સરળતાથી ગળી જાય છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં અજગર કોઈને નુકસાન પહોંચાડતો દેખાતો નથી, પરંતુ તે એક વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે તેમ હતો. જોકે તે વ્યક્તિ તેને જ મદદ કરી રહ્યો હતો. એ વ્યક્તિ તેને રસ્તા પરથી હટાવીને અકસ્માતથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાતના અંધારામાં એક વિશાળકાય અજગર રસ્તા પર પડેલો છે. આ દરમિયાન એક માણસ ચાલીને તેની પાસે જાય છે. અને કંઈપણ વિચાર્યા વિના અને સહેજ પણ ભય રાખ્યા વિના ચીલ ઝડપે તેનું મોંઢું પકડી લે છે. અને તેને ઘસડીને તેનું મોં રસ્તાની બાજુએ લઈ જાય છે. ત્યારબાદ અજગર જંગલ તરફ સરકી જાય છે. આ તો સારું થયું કે તે વ્યક્તિ પર અજગરે હુમલો ન કર્યો, નહીં તો તેના હાડકાં ખોખરા થઈ જાત.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

Kaushal Pancholi
GSTV