જુની વસ્તુઓનું આકર્ષણ કયારેય જતુ નથી. અત્યારે જ બ્રિટનમાં રહેવાવાળા એક વ્યક્તિના હાથમાં એવી વસ્તુઓ લાગી જે દૂનિયાભરમાં વાયરલ થઇ ગઇ. થયુ એમ છે કે 28 વર્ષ પહેલા મોકલેલી ચીઠ્ઠી હવે જઇને સાચા સરનામે પહોચી છે. આ ચીઠ્ઠી અત્યાર સુધી ખોટા સરનામે જ પહોચી રહી હતી અને જેના નામની હતી તેના હાથમાં હવે જઇને પહોચી છે. તે વાંચીને વ્યક્તિ ભાવુક થઈ ગયો છે.

ત્રણ દશક પહેલા લખવામાં આવી
વાત જાણે એમ છે કે આ ઘટના બ્રિટનના એક શહેરની છે. એક અહેવાલ અનુસાર 13 જાન્યુઆરીના રોજ એક વ્યક્તિને એક ચીઠ્ઠી મળી. આ વ્યક્તિનું નામ જોન રેમ્બો છે અને તે 60 વર્ષના છે. આ ચીઠ્ઠી લગભગ ત્રણ દશક પહેલા લખવામાં આવી હતી. ચીઠ્ઠી પર 3 ઓગષ્ટ 1995ની તારીખ પડી હતી. તેઓ આ ચીઠ્ઠીને જોઇને ખુબ જ ઉત્સુક થઈ ગયા.
તેમાં લખેલી છે જૂની વાત
રિપોર્ટ અનુસાર, આ પત્ર દાયકાઓ જૂનો હોવા છતાં બરાબર સ્થિતિમાં હતો. જ્યારે વ્યક્તિએ પત્ર ખોલ્યો તો તેમાં એક બહુ જૂની વાત લખેલી હતી.તેમાં કુટુંબ વિશે, બાળપણની યાદો અને પત્ર લખનારના બાળકો કેવી રીતે મોટા થયા, તે બધું તેમાં લખ્યું હતું. તેમાં કેટલીક એવી વાતો પણ લખવામાં આવી હતી જે વ્યક્તિને ખબર ન હતી.

મોડુ થવાનુ કારણ અજ્ઞાત
આ પત્ર વાંચીને તે વ્યક્તિ ખૂબ જ ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો. એટલું જ નહીં, તેણે એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો કે તેને આ પત્ર અત્યાર સુધી કેમ મળ્યો નથી. અન્ય એક અહેવાલ મુજબ આ વ્યક્તિને આ પત્ર પોસ્ટલ વિભાગમાંથી જ મળ્યો છે. એક હકીકત એ પણ છે કે બ્રિટનમાં પોસ્ટલ હડતાલને કારણે લાંબા સમયથી વિક્ષેપ પડી રહ્યો છે. આ પત્ર ઘણો જૂનો હોવા છતાં તેના વિલંબના કારણો સામે આવ્યા નથી.
READ ALSO
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી
- ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
- સાબરકાંઠા / ઈડર-હિમતનગર હાઈવે રોડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા મચી ચકચાર