GSTV

VIDEO / સાપને જોતા જ આ વ્યક્તિએ ‘ટોમ એન્ડ જેરી’ સ્ટાઇલમાં દોટ મૂકી, શખ્સની હાલત જોઇ તમે પણ હસીહસીને….

viral-video-of-snake

Last Updated on December 5, 2021 by Dhruv Brahmbhatt

સોશિયલ મીડિયા પર ક્યારેક-ક્યારેક એવાં વીડિયો પણ વાયરલ થતા હોય છે કે જે લોકોને હેરાન કરી નાખે છે. આમ તો ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક અથવા તો ટ્વિટર, પર વાયરલ વીડિયોની કમી જ નથી હોતી. અહીં મોટા ભાગે જુદા-જુદા અનેક વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. પરંતુ દરેક વીડિયોને લોકો પસંદ કરે એવું સંભવ નથી હોતું. પરંતુ કેટલાંક વીડિયો એવાં પણ હોય છે કે જે લોકોને વધારે પસંદ આવતા હોય છે અને તે દેખતા જ વિશ્વભરમાં લોકો મજા લેતા હોય છે. સોશિયલ મીડિયા પર તમને સાપોના પણ અનેક વીડિયો જોવા મળી જશે. એક એવો જ વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ હેરાન થઇ જશો.

તમને ખ્યાલ જ છે કે સાપને જોઇને દરેકની હાલત ખરાબ થઇ જતી હોય છે કારણ કે તે એટલી ખતરનાક પ્રજાતિ છે. કેટલાંક સાપ તો એટલાં ખતરનાક હોય છે કે, જો તે તમને કરડે તો વ્યક્તિ પાણી માંગવા લાયક પણ નથી રહેતી. હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેમાં કોઇ દુર્ઘટના તો નથી ઘટી પરંતુ સાપને જોઇને તે શખ્સની જે હાલત થઇ જાય છે તે જોઇને તમે હસીને લોથપોથ થઇ જશો.

સાપ જોતા તે વ્યક્તિની હાલત એવી ખરાબ થઇ જાય છે કે….

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાંક લોકો કામ કરવા માટે લોખંડની સીડીઓ પર ચઢી રહ્યાં છે એ દરમિયાન એક વ્યક્તિની નજર નજીકમાં રખડતા સાપ પર પડે છે. તેને જોતા જ વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે અને તે ત્યાંથી પાછળ દોડવા માટે ઝડપથી પગ દોડવા લાગે છે. એ દરમિયાન તે અચાનક જ નીચે જાય છે પરંતુ તેની પાછળ ઉભેલો અન્ય વ્યક્તિ તેને પાછળથી સંભાળી લે છે.

SNAKE

અહીં જો કે, નવાઈની વાત એ છે કે આગળ જનાર વ્યક્તિ બિલકુલ આરામથી આગળ વધી રહી છે. એવું લાગી રહ્યું છે કે, જાણે કે તે સાપથી બિલકુલ ડરતો જ નથી. આ આશ્ચર્યજનક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર Discovery.engenharia નામની આઈડી દ્વારા શેર કરવામાં આવ્યો છે કે જેને અત્યાર સુધીમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે. જ્યારે 15 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. એ જ સમયે, અનેક લોકોએ આ વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે તો એવી કોમેન્ટ કરી છે કે, ‘તે બિલકુલ ટોમ એન્ડ જેરીની જેમ દોડવાનો પ્રયાસ કરી રહ્યો છે’. આ જ રીતે અન્ય લોકોએ પણ જબરદસ્ત કોમેન્ટ્સ કરી છે.

READ ALSO :

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!