GSTV

પતિ પરમેશ્વર નહિ દાનવ/ પતિએ આવી રીતે લીધી પત્નીની પવિત્રતાની પરીક્ષા, કણસતી રહી પત્ની…

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીની કથિત પવિત્રતા સાબિત કરવા માટે તેનો હાથ ઉકળતા તેલમાં નાંખી દીધો. ઉસ્માનાબાદના પરંડામા રહેનારી આ મહિલા 4 દિવસ સુધી ઘરથી ગાયબ હતી અને આ વાતને લઈને તેનો પતિ તેણીથી ખૂબ જ નારાઝ હતો. જયારે પત્ની પરત આવી તો પતિએ તેલ ઉકાળ્યું અને તેમાં 5 સિક્કા નાંખીને તેણે પત્નીને બહાર કઆઢવા કહ્યું.આવી રીતે પત્નીએ તેની પવિત્રતા સાબિત કરવાની હતી.

પતિએ માત્ર પત્નીને ઉકળતા તેલમાં હાથ નાંખવા માટે મજબુર કરી ઉપરાંત તેને આ સમગ્ર ઘટનાનો વીડિયો પમ બનાવ્યો. આ દરમ્યાન મહિલાનો હાથ ખરાબ રીતે દાઝી ગયો અને તે પીડાથી ચીસો પાડવા લાગી. પરંતુ પતિએ તેને સતત આવુ કરવા દબાણ કર્યુ. મળતી માહિતી મુજબ મહિલાનો પતિ ડ્રાઈવર છે અને 11 ફેબ્રુઆરીએ પિયરમાં જવાની વાત પર બન્ને વચ્ચે ઝગડો થયો હતો. મહિલા આ કંકાસ બાદ પતિને પૂછયા વગર પોતાના ઘરે ઉસ્માનાબાદ જતી રહી. મહિલાએ કહ્યુ કે, જયારે તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે ખાસાપુરી ચોક પર બે લોકો તેને જબરદસ્તી તેને સાથે લઈ ગય અને ચાર દિવસ સુઘી તેને બંધક બનાવીને રાખી.

મહિલાને પવિત્રતા સાબિત કરવા માટે મજબુર કરી

પતિએ બનાવેલી વિડિઓમાં તે સતત કહે છે કે મારે જાણવું છે કે તેને લઈ જતા લોકોએ તેની સાથે શું કર્યું છે. તે સતત તેને શુદ્ધતાની કસોટી કહેતો હતો. મળતી માહિતી મુજબ મહિલા પારધી સમુદાયની છે. આ સમુદાયમાં સત્યની રજૂઆત કરવા માટે, ભગવાનના નામ સાથે ઉકળતા તેલમાંથી સિક્કા કાઢવાની કૂપ્રથા ચાલી રહી છે.

મનાય છે કે, જો સિક્કો કાઢનાર વ્યક્તિ ખોટુ બોલે છે તો તેનો હાથ દાઝી જશે અને તેલમાંથી આગ નિકળશે. આ માન્યતાના આધારે મહિલાના પતિએ તેની આ પરીક્ષા લીધી. પતિએ આ વીડિયો તેના મીત્રોને પણ મોકલ્યો જેમાં કોઈએ તેને સોશ્યલ મીડિયા પર તેને શેર કર્યો જે બાદ મહારાષ્ટ્ર વિધાન પરીષદની સભાપતિ નીલમ ગોરહેએ ગૃહ મંત્રી અનિલ દેશમુખને આ બાબતે કાર્યવાહિ કરવાની માંગ કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત

Pritesh Mehta

ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ

Pravin Makwana

બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!