GSTV
Ajab Gajab News Trending World

પ્લાસ્ટિકની બોટલમાં ફસાયેલો પ્રાઇવેટ પાર્ટ સડવા લાગ્યો, 2 મહિના પછી ડોક્ટર પાસે પહોંચ્યો

45 વર્ષના વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ પ્લાસ્ટિકની બોટલમાં ફસાઈ ગયો. બે મહિના સુધી તે એ જ હાલતમાં ભટકતો રહ્યો. જ્યારે વધારે તકલીફ પડી ત્યારે તે હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં ડોક્ટરો તેની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. જાણવા મળ્યું કે જાતીય આનંદને કારણે તે વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ બોટલમાં અટવાઇ ગયો હતો. ચાલો જાણીએ આખી વાત ..

सांकेतिक फोटो

રિપોર્ટ અનુસાર, આ મામલો નેપાળનો છે, જ્યાં એક વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાઈ ગયો. અકળામણના કારણે તેણે આ અંગે કોઈને જાણ કરી ન હતી અને બે મહિના સુધી આ રીતે રખડતો રહ્યો. જ્યારે તેના પ્રાઇવેટ પાર્ટસ સડવા લાગ્યા અને દુર્ગંધ આવવા લાગી ત્યારે તે ડોક્ટર પાસે ગયો.

આ વિચિત્ર કિસ્સો જોઈને ડોક્ટરોને આશ્ચર્ય થયું. તપાસ બાદ જાણવા મળ્યું કે પ્રાઈવેટ પાર્ટમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ રહ્યો નથી, જેના કારણે તે સડવા લાગ્યો. તબીબોએ બોટલમાંથી પ્રાઈવેટ પાર્ટને મેડિકલ કટીંગ ડિવાઈસથી અલગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં.

આ પછી તેમણે કેબલ વાયર કટરનો સહારો લેવો પડ્યો. ડોક્ટરોએ તે વ્યક્તિની સારવાર શરૂ કરી. પરંતુ પ્રાથમિક સારવાર બાદ તે ફરીથી ફોલો-અપ માટે આવ્યો ન હતો. વ્યક્તિ માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, તેણે ડોક્ટરને કહ્યું છે કે તે ઘણી વખત પ્લાસ્ટિકની બોટલ સાથે પ્રયોગ કરતો હતો, પરંતુ આ વખતે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. જોકે ડોક્ટરોએ તેમનો જીવ બચાવ્યો હતો.

ALSO READ

Related posts

પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર

GSTV Web Desk

પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો

GSTV Web Desk

શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો

Hemal Vegda
GSTV