GSTV

OMG! ઓનલાઇન સેલથી વ્યક્તિએ ઓર્ડર કર્યો iphone, ડિલિવરી બોક્સ ખોલ્યું તો માથું પકડી લીધું

iphone

Last Updated on October 12, 2021 by Damini Patel

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ પોતાના પ્લેટફોર્મ પર 3 ઓક્ટોબરથી સેલ શરુ થઇ રહ્યો છે, જેમાં સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટવોચ, ઍરબર્ડ્સ અને સ્માર્ટ ટીવીથી લઇ આઇટમ્સ પર ભારી ડિસ્કાઉન્ટ અને ઓફરનો ફાયદો ગ્રાહકોએ ખુબ આરામથી ઉઠાવ્યો. ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલમાં Apple iPhone 12 પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું, જેના કારણે લોકોએ ખુબ ખરીદી કરી.

આ વચ્ચે, ફ્લિપકાર્ટ પર શોપિંગ કરવા વાળા એક ગ્રાહક સાથે ધોખાધડીની ખબર સામે આવી છે. એક વ્યક્તિએ દાવો કર્યો કે એને iPhone 12ના બદલે પેકેજીંગ બોક્સની અંદર નિરમા સાબુ મળ્યો છે. વ્યક્તિએ ફ્લિપકાર્ટ પર આયોજિત બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન નવો Apple iPhone 12 ખરીદ્યો હતો, પરંતુ એમનું કહેવું છે કે એમને એના બાલદામાં 5 રૂપિયા વાળો સાબુ મળ્યો છે.

GoAndroidના નામથી પોતાનો ટેક બ્લોગ ચલાવવા વાળા સિમરનપાલ સિંહે હાલમાં જ પોસ્ટ દ્વારા જાણકારી આપી કે એમણે ફ્લિપકાર્ટના Big Billion Days Sale હેઠળ iPhone 12 ખરીદ્યો હતો. એના બેસ મોડલની કિંમત 49,999 રૂપિયા છે જે ઓફર્સ સાથે 46,999 રૂપિયામાં ઉપલબ્ધ થઇ રહી છે.

iPhone 12ની જગ્યાએ નીકળ્યો સાબુ

સિમરનપાલ સિંહે જણાવ્યું કે જલદી જ કુરિયર તેની પાસે આવ્યું અને તેણે પેકેજ ખોલ્યું, તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેકેજમાં iPhone 12 ને બદલે 5 રૂપિયાના બે નિરમા સાબુ બહાર આવ્યા. જ્યારે સિમરનપાલને ડિલિવરીની પુષ્ટિ કરવા માટે OTP માટે વિનંતી કરવામાં આવી હતી, ત્યારે તેણે વિનંતીનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ડિલિવરી પેન્ડિંગની સૂચના આવી હતી. સિમરનપાલ સિંહ માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી નીવડી.

સિમરનપાલ સિંહે ડિલિવરીને failed તરીકે ચિહ્નિત કરી અને પછી ફ્લિપકાર્ટ સપોર્ટને કોલ કર્યો, જેમણે દાવો કર્યો હતો કે આઇટમ હજુ out for delivery દેખાઈ રહી છે અને કેન્સિલેશન ત્યારે જ કરી શકાય જયારે તમારું સ્ટેટ્સ ડિલિવર્ડ હોય છે. Flipkartએ ત્યારે ફોન પાછો આપવાનું વચન આપ્યું અને તેમનો ડિલિવરી બોય નિષ્ફળ ડિલિવરી સાથે ચાલ્યો ગયો.

તમને જણાવી દઈએ કે ઈ-કોમર્સ દિગ્ગજે આઈફોન્સની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. હાલમાં, તમારે iPhone 12 128GB વેરિએન્ટ માટે 55,999 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 64GB વેરિએન્ટની કિંમત 49,999 રૂપિયા રાખવામાં આવી છે.

Read Also

Related posts

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

GSTV Web Desk

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk

ભાઈ…ભાઈ…/ પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે આશ્રમ ખુલ્યો, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!