GSTV
Home » News » VIDEO : દુનિયાનો સૌથી ખતરનાક નાગિન ડાન્સ, વરરાજા સાથે ઘોડો પણ મુકાયો ચિંતામાં

VIDEO : દુનિયાનો સૌથી ખતરનાક નાગિન ડાન્સ, વરરાજા સાથે ઘોડો પણ મુકાયો ચિંતામાં

દુનિયાભરમાં બેલે, ટેંગો અને સાલ્સા જેવા ડાન્સ ફોર્મ ફેમસ છે, ભારતમાં ક્લાસિકલ ડાન્સ ઘણો પ્રચલિત છે. કથ્થક, ભરતનાટ્યમ અને કુચ્ચીપુડી જેવા ડાન્સ પણ ફેમસ છે. પરંતુ જ્યારે લગ્નમાં ડાન્સ કરવાનો આવે ત્યારે લોકો બૉલીવુડ ફ્રી સ્ટાઈલ અને ક્રેઝી નાગીન ડાન્સ કરવાનો પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં લગ્નનાં ઘણા નાગીન ડાન્સ વાયરલ થયેલાં છે. પરંતુ હાલમાં એક નાગિન ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે હસીને લોટ-પોટ થઈ જશો. એક શખ્સે ઘોડી ઉપર ચડીને નાગિન ડાન્સ કર્યો હતો.

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યુ છેકે, એક માણસ ઘોડી ઉપર ચઢી ગયો હતો.અને નાગિન ડાન્સ કરવા લાગ્યો હતો. લોકોએ એ માણસના બંને પગ પકડી રાખ્યા હતા. અને તે માણસ ઘોડી ઉપર નાગિન ડાન્સ કરી રહ્યો હતો. વરરાજો ઘોડી ઉપર પાછળ બેઠો છે. નાગિન ડાન્સ કરતાં માણસને જોઈને વરરાજો પણ ગભરાઈ ગયો હતો. લોકોએ વરરાજાના મોઢામાં નોટ પકડાવી દીધી. તો પેલા માણસે તે નોટને પોતાના મોઢામાં લઈને ફરી ડાન્સ કરવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે અમુક લોકો પેલા માણસના ડાન્સનાં વખાણ કરી રહ્યા છે. તો અમુક લોકો પશુ ક્રૂરતાનું ઉદાહરણ આપીને માણસ ઉપર ગુસ્સો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

vivoએ 5000mAh ની બેટ્રી સાથે લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન

Bansari

PSI દેવેન્દ્રસિંહ રાઠોડનાં આપઘાત મામલે પત્ની ન્યાયની માંગણી સાથે સચિવાલય પહોંચી

Mansi Patel

રણવીરની આ હીરોઈને કર્યો ખુલાસો, ઓડિશન વખતે અજનબી વ્યક્તિ સાથે આપતા હતા આવા સીન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!