GSTV

તરૂણીનો બિભિત્સ વીડિયો બનાવી બળજબરીથી બાંધ્યા શારીરિક સંબંધો, નરાધમ આટલેથી ના અટક્યો અને…

વીડિયો

શહેરના રૂદરપુરા વિસ્તારમાં રહેતી તરૂણીનો ન્હાતી વખતે વિડીયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી જબરજસ્તી શરીર સબંધી બાંધી તેનો પણ વિડીયો ઉતારી વિડીયો અને બિભત્સ કોમેન્ટ વાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર મુંબઇગરા ફિયાન્સની પોલીસે ધરપકડ કરી છે.

પ્રેમસંબંધની જાણ થતા પરિવારે સગાઇ કરાવી

મુંબઇના મલાડ વિસ્તારની પઠાણવાડીના રાયલા એપાર્ટમેન્ટમાં રહેતો મુર્તુઝા મુસ્તઅલી વ્હોરા ગત જાન્યુઆરી મહિનામાં ધર્મગુરૂની સેવા માટે સુરત આવ્યો હતો. તે દરમ્યાન તેનો પરિચય શહેરના રૂદરપુરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય તરૂણી સાથે થઇ હતી અને તેઓ વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જેની જાણ પરિવારને થતા બંનેની સગાઇ કરાવવામાં આવી હતી. દરમ્યાનમાં લોક્ડાઉન અંતર્ગત મુર્તુઝા સુરત આવ્યો હતો અને તરૂણીના ઘરે રોકાયો હતો.

અશ્લીલ

તરૂણીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી

તે દરમ્યાન તરૂણી પોતાના રહેણાંક ફ્લેટમાં ન્હાવા માટે ગઇ હતી ત્યારે મુર્તુઝાએ તેનો વિડીયો ઉતારી લીધો હતો અને તે વાઇરલ કરવાની ધમકી આપી જબરજસ્તી શરીર સબંધ બાંધ્યો હતો. શરીર સબંધ બાંધતી વખતે પણ મુર્તુઝાએ વિડીયો ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉપરાંત તરૂણીના ફોટો ઉપર બિભત્સ કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી તરૂણીને બ્લેકમેલ કરવા ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે મુર્તુઝા વ્હોરાની ધરપકડ કરી છે.

Read Also

Related posts

ડ્રગ્સ કેસ : દીપિકાની આજે NCB કરશે પૂછપરછ, આ સવાલોના આપવા પડશે જવાબો

Arohi

આરટીઓમાં પોલંપોલ : 3.69 લાખ ચાલકોને આપ્યો અકસ્માતનો પરવાનો, હજુ પણ ચાલે છે એજન્ટરાજ

Bansari

સૌથી મોટો ઘટસ્ફોટ : અમદાવાદમાં રોજના 500 કેસો પણ આ આંકડા નથી થતા જાહેર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!