GSTV
Home » News » પત્ની માટે આ વ્યક્તિએ એવો ડ્રેસ બનાવ્યો કે હાથ લગાવનારાઓના અરમાન થઈ જશે ચકનાચૂર

પત્ની માટે આ વ્યક્તિએ એવો ડ્રેસ બનાવ્યો કે હાથ લગાવનારાઓના અરમાન થઈ જશે ચકનાચૂર

આમ તો સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટ્રેસ પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે પરંતુ શું તમે ક્યારેય એવા ગિફ્ટ વિશે સાંભળ્યું છે જેને સ્પર્શવુ તો છોડો મહેસૂસ પણ નથી કરી શકાતુ માત્ર જોઈ શકાય છે.

તમારા મનમાં સવાલ તો જરૂર આવશે કે ભાઈ એવા કઈ વસ્તુ છે જે માત્ર તમે જોઈ શકો છો અને તેને સ્પર્શી નથી શકતા. હકિકતે વાત એવી છે કે અમેરિકાના સેન ફ્રાંસિસ્કો સ્થિત સુરક્ષા કંપની ક્વાંટસ્ટેમ્પના મુખ્ય અધિકારી રિચર્ડમાએ આ વર્ષની શરૂઆતમાં પોતાની પત્ની માટે એવો ડ્રેસ બનાવ્યો જેને બનાવવા માં 9500 અમેરીકી ડોલર એટલે કે 7 લાખ રૂપિયા ખર્ચી નાખ્યાં.

આ ડ્રેસને લઈને રસપ્રદ વાત એ છે કે આ ડ્રેસ પર એટલા પૈસા ખર્ચવામાં આવ્યા કે તેને ટચ કરીને મહેસુસ કરી નથી શકતા. હકિકતે આ એક ડિજિટલ ડ્રેસ છે. ડિજિટલ ડ્રેસ હોવા છતાં ફેશન હાઉસ ધ ફેબ્રિકેન્ટે તેને ડિઝાઈન કર્યો હતો. જેમાં રિચર્ડની પત્ની મેરી રેનની એક છબી પ્રસ્તુત કરી છે જેને પાછળથઈ સોશિયલ મીડિયા પર ઉપયોગ કરી શકાય છે.

આ ડ્રેસ વિશે તેની માનું કહેવુ છે કે નિશ્ચિત રૂપે આ ખૂબ જ મોંધો ડ્રેસ છે પરંતુ આ પણ એક રોકાણની જેમ છે. તે કહે છે કે તે અને તેમની પત્ની સામાન્ય રીતે મોંધા કપડા નથી ખરીદતા પરંતુ આ ડ્રેસ એટલા માટે બનાવવા ઈચ્છતા હતા કારણ કે તેમને લાગતુ હતુ કે તેનું દીર્ધકાલિક મૂલ્ય છે.

READ ALSO

Related posts

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel

‘ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે’ : કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!