GSTV

ભાવનગરના પછેગામમાં લગ્નપ્રંસગમાં ફાયરિંગની ઘટના, એક નિર્દોષે ગુમાવ્યો જીવ

લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરવું લોકો માટે જાણે એક સ્ટેટ્સ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કોણ જાણે કેમ લોકો લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરી શું બતાવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે તેમની આ હલકી માનસિકતાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

ત્યારે ફરી એકવાર ભાવનગરના વલ્લભીપુરના પછેગામમાં લગ્નપ્રંસગમાં ફાયરિંગ કરવામાં આવ્યું અને એ ફાયરિંગમાં એક નિર્દોષ વ્યકિતએ જીવ ગુમાવ્યો. જ્યારે અન્ય એક વ્યકિતને ઇજા પહોંચી છે. ગામમાં લગ્નપ્રંસંગ હોવાથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું.

તે દરમિયાન લગ્નની મજા માણતા બે વ્યકિતને બંદુકમાંથી છુટેલી ગોળીઓ વાગી અને ગોળી વાગતા જ બે વ્યકિત ત્યાં જ ઢળી પડ્યા. આસપાસના લોકો દ્વારા ઇજા પામેલા બે વ્યકિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

જો કે ટૂંકી સારવાર દરમિયાન તે વ્યકિતનું મોત થયું. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હરખનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. ફક્ત થોડી ક્ષણોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ.

Read Also

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!