GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ફક્ત શરદી-ખાસીમાં આ વ્યક્તિને ત્રણ અંગ ગુમાવવા પડ્યાં, ત્રીજુ અંગતો એવું છે કે…

આજકાલની આવી લાઈફ સ્ટાઈલમાં ક્યારે કોને શું થઈ જાય તે કહીં ન શકાય. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમારા પગ નીચેની જમીન ખસી જશે.

હકીરતમાં બ્રિટન હેમ્પશાયરના વિનચેસ્ટર શહેરમાં રહેવા વાળા એલેક્સ લેવિસ (34) નામના વ્યક્તિમે પહેલા શરદી-ખાંસી થઈ અને થોડા સમય બાદ તેને તાવ આવી ગયો. તેને લાગ્યું કે આ સાધારણ છે પરંતુ નહીં થોડા સમય બાદ તેની હાલત વધુ ખરાબ થઈ અને તેની ચામડી પણ કાળી પડી ગઈ.

તમને જણાવી દઈએ કે લેવિસની હાલત નવેમ્બર 2013માં શરદી-ખાંસી થયા બાદ ખૂબ ખરાબ રીતે બગડી ગઈ હતી. લેવિસની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને પોતાના શરીરના ત્રણ અંગો ગુમાવવા પડ્યા અને તેના મોઢાનો અમુક ભાગ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો.

શરદી-ખાંસી બાદ લેવિસને તાવ આવવા લાગ્યો અને તેના યુરિનમાં પણ બલ્ડ આવવા લાગ્યું. ત્યાર બાદ તેની ચામડી કાળી પડી ગઈ અને આંખો બંધ થવા લાગી. એક સમય પર ડોક્ટર્સે કહી દીધુ હતું કે તેનું બચવું મુશકેલ છે. અને બચવાની સંભાવના 3 ટકા જ છે. જોકે તે બચી ગયો પરંતુ હાલ તેની હાલત મોત કરતા પણ વધુ બદતર થઈ ગઈ છે.

જોકે જ્યારે લેવિસને હોસ્પિટલ લઈને જવામાં આવ્યો ત્યારે તે તો કોમામાં જતો રહ્યો હતો. પછી જાણવા મળ્યું કે તેને ગ્રુપ એ સ્ટેપટોકસ બ્લડ ઈન્ફેક્શન થયું છે. આ ઈન્ફેક્શનને સામાન્ય રીતે સાધારણ માનવામાં આવે છે. પરંતુ તે ટૂંક સમયમાં જ સેપ્ટીસીમિયા અને ટાક્સિક સિંડ્રોમમાં ફેરવાઈ ગયું.

ડોક્ટરોને તપાસમાં જાણવા મળ્યું કે લેવિસના શરીરમાં માંસ ખાવા વાળા બેક્ટેરીયાનું સંક્રમણ થઈ ગયું છે. તાવ આવ્યા બાદ લેવિસની બોડીમાં ભયાનક માંસ-ભક્શી બગ વિકસિત થવા લાગ્યા હતા. તેના કારણે તેના બંન્ને પગ અને ડાબો હાથ કાપવો પડ્યો. આ જીવલેણ સંક્રમણના કારણે તેનો ચહેરો પણ ખૂબ કદરૂપો થઈ ગયો છે. બ્રિટનમાં સ્ટ્રેપ એ ઈન્ફેક્શન ખૂબ રેરલી જોવા મળે છે. અનુમાન પ્રમાણે 33,000 લોકોમાંથી એક વ્યક્તિને આ ખતરનાક સંક્રમણ થાય છે.

Read Also

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!