બ્રાઝિલના મોડલ આર્થર ઓ ઉર્સો એક સાથે 9 મહિલાઓ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યા હતા. આર્થર પહેલેથી જ પરિણીત હતો, પરંતુ ‘ફ્રી લવ’ની ઉજવણી કરવા અને ‘વન મેરેજ’નો વિરોધ કરવા તેણે વધુ નવ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આમ કુલ આર્થરને 10 પત્નીઓ છે.
જોકે, પરિણીત આર્થર સ્થૂળતાને કારણે ખૂબ જ પરેશાન રહેતો હતો. આવી સ્થિતિમાં તેણે તેનાથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે એક-બે નહીં પણ 28 કિલો વજન ઘટાડ્યું. આર્થરનું વજન 100ને પાર થઈ ગયું હતું. વજન ઘટાડ્યા બાદ આર્થરે મોડલિંગ શરૂ કર્યું. આર્થર ઓ ઉર્સો કહે છે કે, જો તે વજન ઘટાડવામાં સક્ષમ ન હોત તો તે 9 મહિલાઓ સાથે લગ્ન કરી શક્યો ન હોત.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ દરમિયાન જ્યારે તેણે એકસાથે 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યો હતો. આર્થર ઓ’ઉર્સોની પ્રથમ પત્નીનું નામ લુઆના કાઝાકી છે. આર્થરનું જીવન કેવી રીતે બદલાયું તે તેણે પોતે જ જણાવ્યું છે.
આર્થરના કહેવા પ્રમાણે, તે સોમવારથી શનિવાર સુધી જીમમાં પરસેવો પાડતો હતો અને રવિવારે આરામ કરતો હતો. પોતાના આહારનું વર્ણન કરતાં આર્થરે કહ્યું- “આ સમય દરમિયાન મેં એવું ફૂડ નથી ખાધુ કે જેમાં મીઠું, ખાંડ કે ચરબી હોય. સંતુલિત આહાર લેવાનો કડક નિયમ બનાવ્યો હતો.”

આર્થરે કહ્યું કે, મેં આરામથી ખાવાનું શરૂ કર્યું. ઘરની બહાર બહુ નીકળ્યો ન હતો. આ બધાની વચ્ચે હું પણ ડિપ્રેશનમાં જતો રહ્યો, પરંતુ નવી જીવનશૈલી અપનાવીને વજન ઓછું કરવામાં સફળ રહ્યો. આર્થર દાવો કરે છે કે, પ્રભાવશાળી વજન (28 કિલોની નજીક) ઘટાડ્યા પછી તેનું જીવન ઘણું સરળ બની ગયું છે. હવે મહિલાઓ તેના આકર્ષક લુકથી મોહિત થઈ ગઈ છે.
અગાઉ, આર્થર અને તેની પત્ની લુઆનાએ એવો ઘટસ્ફોટ કરીને વિશ્વને ચોંકાવી દીધું હતું કે, તેઓ સબ્સ્ક્રિપ્શન આધારિત વેબસાઇટ પર દર મહિને 50 લાખ રૂપિયા કમાય છે. આર્થર અને લુઆના તેમના ઓપન રિલેશનશિપને કારણે ચર્ચામાં છે.
READ ALSO
- ન્યોયોર્ક ટાઇમ્સમાં દિલ્હીની શાળાઓના વખાણ છપાયા એ જ દિવસે મનિષ સિસોદિયાને ત્યાં દરોડા
- નેટફ્લિક્સે આપ્યો મોટો ફટકો! સસ્તા પ્લાનમાં નહીં મળે આ જરૂરી ફીચર, યુઝર્સ ગુસ્સે ભરાયા
- જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ જોખમી અને નુકસાનકારક, રિઝર્વ બેન્કની મોદી સરકારને ચેતવણી
- મલાઈકાએ મિત્રો માટે ગ્રાન્ડ પાર્ટીનું કર્યુ આયોજન, આ સેલેબ્સે હાજરી આપીને પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ!
- સરકાર બનાવવી સરળ છે, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું નહીં… PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ