GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ગાઝિયાબાદમાં બે બાળકોની હત્યા કરીને બે પત્નીઓ સાથે આઠમા માળેથી કૂદ્યો શખ્સ

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં પતિ અને તેમની બે પત્નીઓએ સંદિગ્ધ પરિસ્થિતિઓમાં પોતાના એપાર્ટમેન્ટમાંથી છલાંગ લગાવી દીધી છે. વૈભવ ખંડના એપાર્ટમેન્ટના આઠમા માળેથી પતિ અને તેમની પત્નીએ કૂદીને જીવ આપ્યો છે.

આ દૂર્ઘટનામાં પતિ અને તેની બંને પત્નીના મોત નિપજ્યા છે. પતિ અને તેની એક પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજી પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ફ્લેટ પરથી કૂદકો માર્યો તે પહેલાં પતિ અને તેની બંને પત્નીઓએ પોતાના બંને બાળકોના ગળા ટૂંપીને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ કૌટુંબિક ઝઘડા અને આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરવામાં આવી હોય શકે છે.

જો કે હાલ તો આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટના મંગળવારે વ્હેલી સવારે ઘટી હતી. એપાર્ટમેન્ટના ગાર્ડે પોલીસને આ અંગે જાણકારી આપી હતી. વૈભવ ખંડના કૃષ્ણા સેફાયર એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ લોકોએ છલાંગ લગાવી હતી.

READ ALSO

Related posts

ટ્‌વીટર હેકનો માસ્ટરમાઇન્ડ 17 વર્ષનો કિશોર, અમેરિકામાં ટીનેજર્સમાં સોશિયલ મીડિયાની આ એપ અત્યંત લોકપ્રિય

pratik shah

નેગેટિવ રિપોર્ટ છુપાવી આ હોસ્પિટલમાં 17 દિવસ સુધી મહિલાની કરાઇ કોરોનાની સારવાર, મોત થતાં કહી દીધું સૉરી…

Bansari

Facebook, Apple, Google, Amazon પર લાગ્યાં આટલા ગંભીર આરોપ: સીઇઓની થશે પૂછપરછ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!