GSTV
Home » News » કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો, યોગી આદિત્યનાથનું નામ લઇને એક શખ્સ કૂદયો

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો, યોગી આદિત્યનાથનું નામ લઇને એક શખ્સ કૂદયો

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. આજે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેરા મીડિયા સાથે પોતાની વાત શરૂ કરે તે પહેલા એક શખ્સ હાથમાં તિરંગા ઝંડો લઇને ભરી સભામાં મંચ સામે આવ્યા અને ઉંચા અવાજે બોલ્યા કે,યોગી આદિત્યનાથ ને અજય સિંહ બિષ્ટ કહેવું ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. વંદે માતરમ,ભારત માતા કી જય! ત્યારબાદ તે શખ્સને કાર્યક્રમમાંથી બહાર કાઢવામા આવ્યો.

ચાલુ પત્રકાર પરિષદે હોબાળો કરવા વાળા આ શખ્સનું નામ નચિકેતા છે. જે પશ્ચિમ બંગાળનો રહેવાસી હોલાવું માલુમ થાય છે. તેણે કહ્યું કે વિદેશી લોકોને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી જોઇએ, કારણ કે તેથી દેશની સુરક્ષા સામે સંકટ ઉભુ થાય છે.

અગાઉ BJPની પ્રેસ વાર્તામાં પણ આવુ થયુ હતું

તાજેતરમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં જીવીએલ નરસિમ્હા અને ભૂપેન્દ્ર યાદવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતાં. ત્યારે એક શખ્સે ત્યાં આવીને નરસિમ્હા પર ચપ્પલ ફેક્યું હતું. ત્યારબાદ લોકોમાં અફરા તફરી મચી ગઇ હતી.

READ ALSO

Related posts

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!