GSTV

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Last Updated on July 28, 2021 by Pritesh Mehta

ઘણીવાર લોકો પેટ સરખી રીતે સાફ ન હોવાની ફરિયાદ રહેતી હોય છે. કારણકે જયારે પેટ સાફ ન હોય તો અનેક પ્રકારની બીમારીઓ થવાનો ખતરો રહે છે. પેટ સાફ ન હોવાના અનેક કારણો હોય છે. જેમાં સૌથી મોટું કારણ હોય છે કબજિયાત (Constipation)ની સમસ્યા છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો અજીબોગરીબ નુસખા અપનાવતા હોય છે. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમારા હોશ ઉડી જશે.

Constipation

જીવલેણ નુસખો

ચીનમાં એક શખ્સે કબજિયાતથી છુટકારો મેળવવા માટે પોતાના મળાશયમાં એક ઇલ (Eel) માછલીનો પ્રવેશ કરાવી દીધો. એક અહેવાલ મુજબ ચીનના જિઆંગસુ પ્રાંતમાં રહેતા શખ્સે 20 જુલાઈના રોજ એક ટોટકો કર્યો. જેમાં રેક્ટમ દ્વારા તેને પોતાના શરીરમાં લગભગ 20 સેન્ટિમીટર લાંબી ઇલ માછલીને પ્રવેશ કરાવ્યો. જોકે, ઇલ પેટ  જતી રહી તો તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો.

લોકઉપચારની અજીબ રીત

વાસ્તવમાં ચીનમાં આમ કરવું એક પ્રાચીન ફોક ટ્રીટમેન્ટ એટલે કે દેશી ઉપચારનો ભાગ છે. આ ક્રિયામાં માનવામાં આવે છે કે ઇલ માછલી મળ ત્યાગમાં મદદ કરે છે. પરંતુ આ વ્યક્તિના કેસમાં આવું ન થયું. સ્થાનિક ઉપચારના નુસખાને લીધે તે ઉલ માંથી ચુલમાં મુકાયો. કારણકે ઇલ માછલી કબજિયાત ઠીક કરવાને બદલે મળાશય માંથી નીકળીને કોલન માંથી થઇ તેના પેટમાં ચાલી ગઈ.

શરમ ભારે પડી

પહેલા દર્દ સહન કર્યા બાદ જયારે દુખાવો હદ કરતા વધી ગયો તો આખરે તેને હોસ્પિટલ જવું પડ્યું. વાસ્તવમાં પીડિત ડોક્ટર પાસે જતા શરમાતો હતો. તેની સારવાર કરતા ડોક્ટરે કહ્યું કે આ જીવલેણ હરકત હતી. સર્જરી કરનાર ડોક્ટરના જણાવ્યા મુજબ માછલી ને કારણે તેના મોટા આંતરડામાં બેક્ટેરિયા પહોંચી ગયા હતા જે હેમોલિસીસનું કારણ બની શકતા અતા. ઓપરેશન બાદ જયારે ઇલ કાઢવામાં આવી ત્યાં સુધી તે જીવતી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

ટ્રક ડ્રાઈવરને મળી રહ્યો છે 72 લાખ પગાર, કહ્યું- આટલું તો મારો બોસ પણ નથી કમાતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!