GSTV
Home » News » ક્રૂર પિતા : પત્ની અને દિકરીને ચાર દિવસ સુધી બંધક બનાવી ભૂખી રાખી

ક્રૂર પિતા : પત્ની અને દિકરીને ચાર દિવસ સુધી બંધક બનાવી ભૂખી રાખી

લગ્નનાં પવિત્ર બંધનમાં જોડાયેલાં પતિ-પત્નીનો સંબંધ મજબૂત ગણાય છે. આ પવિત્ર બંધન અને સંબંધમાં ધીરેધીરે દહેજ જેવા દૂષણે ઘર કર્યું અને જોતજોતામાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. જેને કારણે ભારતીય સમાજ વ્યવસ્થામાં કુટુંબ અને લગ્ન જીવન જેવી કુદરતી સંસ્થાને અમુક અંશે ખોખલી કરી નાખી છે. દિલ્હીની બીએસસી પાસ છોકરીનાં લગ્ન ઝાંસી સ્થિત યુવક સાથે થયા હતા. શરૂઆતમાં બધુ ઠીકઠાક ચાલ્યા બાદ પતિ પિયરથી ધન મંગાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. દિવસો જતાં તેની માંગમાં વધારો થતાં પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો.

પત્ની અને ફૂલ જેવી દિકરીને ઘરમાં બંધક બનાવીને રાખ્યા હતા. ચાર દિવસ સુધી પત્ની અને બાળકી ભૂખ અને તરસથી પીડાતા રહ્યા હતા. ત્યાર બાદ ઘરની બહાર કોઈ અજાણી મહિલાએ બંનેનો અવાજ સાંભળી શંકા જતા પોલીસને જાણ કરી હતી.

ખબર મળતા જ પોલીસની ટીમ તાળું તોડીને ઘરમાં ઘૂસી હતી. જ્યાં બંને ડરના કારણે ખૂણામાં બેઠા હતા. પોલીસ અધિકારીએ ખાવાનું મંગાવીને ખવડાવ્યુ હતુ. મા-દિકરી ભૂખથી એટલા તડપી રહ્યા હતા કે, ખાવાનું મળતા જ બંને હાથે ખાવા મજબૂર થઈ ગયા હતા. ત્યારે હવે પોલીસે ક્રૂર પતિની શોધ આદરી છે.

READ ALSO

Related posts

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

ફરી ધૂણ્યું સટ્ટાબાજીનું ભૂત, ક્રિકેટરોને અજાણ્યા નંબરો પરથી આવ્યા વૉટ્સએપ મેસેજ

NIsha Patel

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!