એક વીડિયો જે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો એક મોટા એનાકોન્ડાને ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કેસ સામાન્ય રીતે તો આ વીડિયો વર્ષ 2014 નો છે, પરંતુ ફરીથી તેને @menlivesless ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. ડેલી મેલની રીપોર્ટ પ્રમાણે આ ઘટના બ્રાઝિલની છે, જેંમાં નદીમાં એક હોડી પર ત્રણ લોકો બેઠા છે અને તેમાંથી એક માણસ મોટ એનાકોન્ડની પૂંછડી પકડીને પાણીમાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા છે. આ એનાકોન્ડાની ઉંચાઈ 17 ફુટ છે.
— because men live less (@menlivesless) June 26, 2020
વીડિયોમાં જે 3 લોકો દેખાઈ રહ્યા છે
જણાવી દઈએ કેસ વર્ષ 2014માં સાંતા મારિયા નદીમાં આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જે 3 લોકો દેખાઈ રહ્યા છે, તેમાં એક સિરેલી ઓલિવેરની સાથમાં તેમના પતિ બેટિન્હો બોર્ગેસ અને દોસ્ત રોડ્રિગો સેંટોસ નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં સિરેલી ઓલિવેરાના પતિ બેટિન્હો બોર્ગેસ એનાકોન્ડાની પૂંછડી પકડી તેને પાણીમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. એનાકોન્ડા પોતાની પૂંછડી પકડી હોડીથી દૂર તેજીથી ભાગી રહ્યો છે. આ વીડિયોમાં સિરેલી ઓલિવેરા પુર્તગાલી ભાષામાં ‘ઈસે છોડ દો’ ઓ માય ગોડ કહેતી નજર આવી રહી છે.
સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે
ત્રણ દિવસ પહેલા આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ એક જુનો વીડિયો હોવા છતાં તે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. વળી, આ વીડિયો પર અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તદ્ઉપરાંત આ વિડિઓ પર ઘણી ડરામણી ટિપ્પણીઓ આવી છે.
દંડ પણ ફટકાર્યો
એક ન્યૂઝ વેબસાઈટ પ્રમાણે, ‘માટો ગ્રોસો દો’ ની પર્યાવરણીય પોલીસે ઘટનાને અંજામ આપનારા ત્રણ લોકો પર સમાન દંડ ફટકાર્યો હતો. પેનલ્ટી તરીકે દરેક વ્યક્તિએ 600 ડોલર જમા કરાવવા પડે છે, એટલે કે ભારતીય નાણાં અનુસાર, દરેક વ્યક્તિને 45 હજાર રૂપિયા જમા કરાવવા પડે છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ