GSTV

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

મધ્ય પ્રદેશના વિદિશામાં 24 વર્ષિય એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જે કેટલાય મોબાઈલ એપ્સ પર બે પત્નિઓ સાથે સેક્સની લાઈવ સ્ટ્રીમીંગ કરતો હતો. લોકો તેને લાઈવ શો માટે પૈસા આપતા હતા, અને એવુ મનાય છે કે, આ રીતે કામ કરીને તે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. તેની બીજી પત્ની દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે શનિવારના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પત્નીએ તેના પર રેપ અને પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

આરોપી ફક્ત 10માં ધોરણ સુધી જ ભણ્યો છે, પણ ટેકનોલોજી વાપરવામાં સારી એવી સમજણ ધરાવતો હતો. તે કેટલીય ડેટીંગ એપ પર એક્ટીવ રહેતો હતો. તેણે પોતાના ડીપીમાં સારો એવો ફોટો લગાવ્યો હતો, જે પણ લોકો તેને લાઈક કરતા તેને તે એક મેસેજ મોકલતો અને સાથે જ મેન્યૂ પણ મોકલતો. ડેમો માટે તે 100 રૂપિયા ચાર્જ લેતો હતો. અલગ અલગ ક્લિપના તે 500, 700 કે 1000 રૂપિયા ચાર્જ વસૂલતો હતો. ફેસલેસ અને ચહેરો બતાવવાનો પણ અલગ અલગ ચાર્જ વસૂલતો હતો.

તેની કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 28 ઓગસ્ટના રોજ તેના ખાતામાંથી 6 લાખ રૂપિયાની લેવડદેવડ થઈ છે. ત્યારે પોલીસનું કહેવુ છે કે, માની શકાય કે, તે દરરોજ આ કાળા ધંધામાંથી 3થી 4 હજાર રૂપિયા કમાતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર તેની એક પત્નિ બેંગ્લોરની છે, જેની સાથે તેણે સોશિયલ મીડિયા દ્વારા દોસ્તી કરી લગ્ન કર્યા હતા, તે ધાર્મિક પ્રવૃતિની છે અને આ આરોપીએ તેને ધાર્મિક બનીને ફસાવી હતી. ત્યાર બાદ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

જ્યારે બીજી પત્નિ યુપીની છે. તેને આરોપી સારા સારા સપના બતાવી પત્નિને સેક્સ માટે લાઈવ સ્ટ્રીમીંગ માટે તૈયાર કરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યુ હતું કે, તેણે બંને પત્નીને સેક્સની લાઈવ સ્ટ્રીમીંગ માટે તૈયાર કરી હતી. આરોપીના ફોન, બેંક ડિટેલ્સ અને 12 લાખ રૂપિયાની કિંમતના ઘરેણા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!