GSTV

યુવતીને વીડિયોકોલ કરી ગુપ્તાંગ દેખાડતો, પોલીસ તપાસમાં એવું નીકળ્યું કે…

Last Updated on December 8, 2018 by Karan

દીકરીના ફોનમાં અડધી રાતે એક એવો ફોન આવ્યો કે તે તો ડરી ગઈ પણ માતાએ પણ આ વીડિયો જોઈ દીકરીને લઇનો પોલીસ સ્ટેશને પહોંચવું જરૂરી સમજ્યું . માતા સમજી ગઈ હતી કે, 2 વાર આવેલો ફોન વારંવાર આવશે અને દીકરીનું જીવવું હરામ થઈ જશે, પોલીસે આ કેસમાં તાત્કાલિક એકશન લઇને 10 જ કલાકમાં ફોન કરનારને તો ઝડપી લીધો પણ આ કેસમાં ત્યારબાદ જે રહસ્યો નીકળ્યા એ ઘણા ચોકાવનારા હતા.

મલબાર હિલમાં રહેતી ફેશન ડિઝાઇનરની દીકરીને વીડિયોકોલ કરી એક યુવક ગુપ્તાંગ દેખાડતો હતો. આરોપી યુવાન ફૈય્યાઝ અહેમદ હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પીડિત યુવતીની માતા ડિઝાઇનર છે. આરોપીએ આ વીડિયો કોલ કરવા માટે એક રૂપજીવિનીનો મોબાઇલ ફોન વાપર્યો હતો.

માતાએ વીડિયો કોલ જોતાં જ દીકરીને લઇને પોલીસ સ્ટેશને પહોંચી

યુવતીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘મધરાતે મને એ વીડિયો કોલ આવ્યો હતો. મેં કોલ ઊંચક્યા બાદ સામેની વ્યક્તિનો ચહેરો નહોતો દેખાતો, પણ એ ગંદું કૃત્ય કરી રહ્યો હતો. એથી મેં તરત જ કોલ કટ કરી નાખ્યો હતો. પણ એ જ નંબર પરથી થોડી વાર પછી પાછો કોલ આવ્યો હતો.’ તેની માતાએ પણ એ કોલ જોયો હતો અને તરત જ એ દીકરીને લઈ પોલીસસ્ટેશન પહોંચી હતી અને તેમણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે ઝડપી તપાસ ચાલુ કરી હતી. મોબાઇલનું લોકેશન ટ્રેસ કરતા એ બોરીવલીમાં હોવાનું જણાઈ આવ્યું હતું. એ ફોન એક નેપાળી નાગરિકનો હતો. તેણે પોલીસને કહ્યું કે જે દિવસે એ ફોન થયો છે એ દિવસે એ ફોન તેની પત્ની પાસે હતો અને તેની પત્ની ગ્રાન્ટરોડમાં હતી. એ રૂપજીવિનીના વ્યવસાયમાં હતી.

કાર લઇને રૂપજીવીનીને મળવા આવ્યો અને પકડાઈ ગયો

આખરે પોલીસ સિવિલ ડ્રેસમાં તેની પાસે ગ્રાહક બનીને ગઈ હતી અને વિગત જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે તેનો ફોન તેના એક ગ્રાહકે વાપરીને તેનાથી એ વીડિયો કોલ કર્યો હતો. તેણે જ્યારે એ યુવાન ગ્રાહકનો નંબર આપ્યો ત્યારે એ નંબર સ્વિચ્ડ ઓફ આવતો હતો. આખરે છટકું ગોઠવવામાં આવ્યું હતું. એ મહિલાએ ફોન કરી યુવાનને વરલી સી ફેસ પર મળવા બોલાવ્યો હતો. એ તેને વરલી સી ફેસ પર પાર્ક કરેલી કારમાં મળવા આવ્યો ત્યારે તેની ધરપકડ કરાઈ હતી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. માતાના ડિઝાઇનર ડ્રેસ ઘણીવાર એ યુવતી લેવા આવતી હતી એથી તેને જોઈ ફૈય્યાઝની તેના પર નજર બગડી હતી.

Related posts

મહંત નરેન્દ્ર ગિરિના રૂમ માંથી મળી સ્યુસાઇડ નોટ, શિષ્યને કારણે હતા માનસિક તણાવમાં

Pritesh Mehta

Food Funda / દેશી ઘીને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તેમાં નાખો આ પાંચ વસ્તુઓ, મળશે શ્રેષ્ઠ પરિણામ

Vishvesh Dave

ચોંકાવનારુ: વડોદરામાં અભ્યાસ અર્થે આવેલી યુવતી બની દુષ્કર્મનો ભોગ, વાસના ભૂખ્યા વરૂઓએ મારઝૂડ કરીને પીંખી નાખી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!