મધ્ય પ્રદેશના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા અલીરાજપુરમાં એક શખ્સને પોતાની સાળી સાથે સંબંધ રાખવા ભારે પડ્યાં છે. યુવકને તેના સાસરા વાળાઓએ પહેલાં ધોઇ નાંખ્યો, પછી નગ્ન કરીને આખા ગામમાં ફેરવ્યો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેના સાસરા તરફના 10 લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અલીરાજપુર જિલ્લાના ઉદયગઢ થાના ક્ષેત્રના ઉતી ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક મજૂરી કરતો હતો. તે થોડા દિવસ પહેલાં પોતાની પત્ની અને સાળી સાથે મજૂરી માટે ગુજરાત ગયો હતો. આ દરમિયાન તેણે પોતાની સાળી સાથે સંબંધ બાંધ્યા. ગુજરાતથી પરત આવ્યા બાદ બંને વચ્ચેના સંબંધની જાણકારી તેના સાસરાવાળાને થઇ.

જીજા અને સાળી વચ્ચે સંબંધની જાણકારી મળ્યા બાદ તેના સાસરાના લોકો રોષે ભરાયા. આ વચ્ચે યુવક મળી આવ્યો. રોષે ભરાયેલા સાસરાવાળાઓ અન્ય ગામવાસીઓની મદદથી તેની ધોલાઇ કરી. યુવકને ઢોર માર મારવામાં આવ્યા બાદ તેને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો. કોઇ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો.

જોતજોતામં આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે યુવકના સાસરાવાળા વિરુદ્ધ કેસ કરીને 10 લોકોની ધરપકડ કરી છે. આ અંગે અલીરાજપુરના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ