GSTV
Trending Videos Viral Videos

Viral Video/ કતઇ ઝેર..વ્યક્તિએ આંખ અને મોંથી કર્યો એવો ડાન્સ, જોઇને લોટપોટ થઇ જનતા

લગ્ન કે ખુશીના પ્રસંગો પર કેટલાક લોકો એવો ચોંકાવનારો ડાન્સ બતાવે છે કે ન પૂછો. હાલમાં, આવા જ એક વ્યક્તિના એક ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તે ગોવિંદાની ફિલ્મના સુપરહિટ ગીત ‘અખિયોં સે ગોલી મારે…’ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. પરંતુ ઈન્ટરનેટની જનતા ડાન્સ કરતાં વ્યક્તિના ચહેરાના હાવભાવને વધુ વખાણી રહી છે. આ વીડિયો જોયા પછી તમે ચોકકસથી હસવાનું રોકી શકશો નહીં.

વ્યક્તિ

વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ પાર્ટી દરમિયાન શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ડાન્સ ફ્લોર પર ઘણા લોકો હાજર છે, જેઓ પોતપોતાના હિસાબે ડાન્સ કરી રહ્યા છે. તે જ સમયે, એક વ્યક્તિ અલગ ધૂનમાં જોવા મળે છે. આંખિયોં સે ગોલી મારે ગીત પર તે એવા એવા એકસપ્રેશન આપીને ડાન્સ કરે છે કે તેને જોઇને કોઇને પણ હસવું આવી જાય.

આ ફની ડાન્સ વીડિયો pawan9729kumar નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. એક યુઝરે લખ્યું છે કે, અરે ભાઈ… સામેથી હટી જાવ નહીં તો મરી જશો. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે, અરી મોરી મૈયા… કાકા થોડી ગોળીઓ બચાવીને રાખો. અન્ય એક યુઝરે સૂચન કરતા લખ્યું છે કે, ભાઈ, તમે તમારા દાંતથી પણ ગોળી મારી શકતા હતા. એકંદરે આ વિડીયો જોઇને લોકો લોટપોટ થઇ ગયા છે.

READ ALSO

Related posts

અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા

Kaushal Pancholi

છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ

Padma Patel

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth
GSTV