GSTV
Home » News » વિમાનમાં યાત્રીની અશ્લીલ હરકત, મહિલાએ સિગરેટ પીતાં રોક્યો તો ઉતારી નાખ્યું પેન્ટ

વિમાનમાં યાત્રીની અશ્લીલ હરકત, મહિલાએ સિગરેટ પીતાં રોક્યો તો ઉતારી નાખ્યું પેન્ટ

આઉદી અરબની જેદ્દાથી દિલ્હી આવી રહેલ ફ્લાઇટમાં એક યાત્રીએ સિગરેટ પીવાનો પ્રયત્ન કર્યો. જ્યારે સહયાત્રી મહિલાએ તેને રોક્યો તો તેણે ગેરવર્તણૂક કરવાની શરૂ કરી દીધી. તેની ફરિયાદ કરતાં જ મહિલા ક્રૂ મેમ્બર આ યાત્રીને સમજાવવા પહોંચી, છતાં તે માન્યો નહીં. આ દરમિયાન તેણે પોતાનું પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાની શરૂ કરી દીધી.

તેની માહિતી ક્રૂ મેમ્બરે પાયલટને આપી અને તેમણે આઈજીઆઇ એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓને માહિતી આપી. ત્યારબાદ વિમાન એરપોર્ટ પર ઉતરતાં જ સીઆઇએસએફના જવાનોએ 24 વર્ષના અબ્દુલ શાહિદ શમ્સુદ્દીન નામની આ વ્યક્તિને પકડી લીધો. ત્યારબાદ તેને એરપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યો.

આઈજીઆઇ એરપોર્ટ પોલીસે આરોપી વિરૂદ્ધ છેડછાડ કરવાનો, અપશબ્દો બોલવાનો, ખરાબ ઇશારા કરવાનો અને હોબાળો કરવા વગેરે અંતર્ગત ધારાઓ લગાવી કેસ દાખલ કર્યો. જેની અત્યારે તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મૂળ કેરળનો રહેવાસી છે. તે ઇલેક્ટ્રિશિયન છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી વર્ક વિઝાથી સાઉદી અરબમાં કામ કરી રહ્યો છે. મંગળવારે તે સાઉદી એયર લાઇનથી જેદ્દાથી દિલ્હી પાછો આવી રહ્યો હતો.

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!