GSTV
Home » News » પતિ તાંત્રીક સાથે સેક્સ કરવા માટે કહેતો હતો, મહિલાએ ઈનકાર કરતા કર્યું કંઈક એવું કે…

પતિ તાંત્રીક સાથે સેક્સ કરવા માટે કહેતો હતો, મહિલાએ ઈનકાર કરતા કર્યું કંઈક એવું કે…

ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરથી એક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાના તાંત્રિક સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરતા પતિએ તેને નદીમાં ડુબાડી દીધી હતી. શુક્રવારે પોલીસે આ વાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગુરૂવારની છે અને મહિલાના પતિ અને તાંત્રીકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યા અનુસાર મહિલાના નાબાલિક દિકરાએ તેના પિતા માનપાલ દ્વારા માતાને નદીમાં ડુબાડી દેતા જોયું હતું. તેણે જણાવ્યું કે પિતાએ તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

એસએસપી આકાશ કુલહરિએ જણાવ્યું, ‘મહિલાના ભાઈ રાજેશ કુમારએ બે-બે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. ભાઈએ જણાવ્યું કે ગભરાયેલી બહેને બે દિવસ પહેલા તેને ફોન કર્યો હતો અને તેની પાસે મદદ માગી હતી.’ મહિલાના ભાઈએ પોલીસને જણાવ્યું કે, ‘મામલો ત્યાંરે ઠાળે પડી ગયો હતો પરંતુ ગુરૂવારે માનપાલે પત્નીને નજીકની નદી પાસે જવા માટે રાજી કરી લીધી અને ત્યાં લઈ જઈને તેને ધક્કો મારી દીધો.’ પત્નીને નદીમાં ડુબાડી દીધા બાદ માનપાલ અને તાંત્રિક, જેની ઓળખ સંતોષ દુર્ગાદાસના રૂપમાં કરવામાં આવે છે, તે પાડોશના ગામમાં ભાગી ગયા.

કુલહરિએ જણાવ્યું કે, ‘ફરિયાદ મળ્યા બાદ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત પોલીસને નદીમાંથી મહિલાની લાશ પણ મળી ગઈ છે.’ તેમણે જણાવ્યું કે સંતોષ દુર્ગાદાસના પૂર્વમાં આપરાધિક રેકોર્ડ ધરાવે છે. ગયા વર્ષે તેની પાસેથી મોટી માત્રામાં હેરોઈન પકડવામાં આવી હતી.

Read Also

Related posts

દિલ્હી હિંસાએ ભારતની છબી ખરડી, હવે મોદી સરકારના આ કાયદા સામે વિશ્વના ટોપના દેશમાં ઉઠ્યા સવાલ

Mayur

કેન્દ્ર સરકારના આ મંત્રીના ઘરે પણ આવતું નથી પીવાલાયક પાણી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Mayur

આ દેશો પાસે છે પરમાણું બોમ્બ કરતાં 1000 ગણો શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બ, માત્ર તબાહી મચાવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!