VIDEO: આ ઘટનાં જોઈને તમને સાચે જ દિલમાં ધ્રાસ્કો પડી જશે, ઘરનાં આંગણામાં જ…..

સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થયો કે જેણે દરેકને આશ્ચર્યમાં અને બીકમાં મુકી દીધા. વિડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિનાં ઘરનાં પછવાડે 30 જેટલા ઝેરી સાંપ મળી આવ્યાં છે. દિલમાં ધ્રાસ્કો પાડી દે એવો આ વિડીયો ખુબ શેર થઈ રહ્યો છે. સાન એન્ટોનિયો એક્સપ્રેસની ખબર પ્રમાણે આ ઘટના મંગળવારે ટેક્સાસના ગોમેનમાં બોબી કોવેન નામનાં ઘરમાં થઈ હતી. કોવેન અને તેના મિત્રોએ જોયું કે એક નાનો સાપ હન્ટિંગ કેબિનની નીચે છે.

આ નાના સાપને ભગાડવા માટે તેણે મશીન દ્વારા હંટિંગ કેબિનને હટાવવાનો નિર્ણય કર્યો. જેવો તે કેબિન હટાવે કે તરત જ નીચેથી લગભગ 30 ઝેરીલા સાંપ બહાર આવે છે. કોવેને કહ્યું કે ” આ જોઈને અમારા હોશ ઉડી ગયા હતા. અમે આશ્ચર્ય પામ્યા કે અહીં આટલા બધા સાપ કેવી રીતે આવ્યાં. અમે હંટિંગ કેબિનને ઉઠાવીને જોયું તો ત્યાં ઘણા બધા સાપ હતા. ‘

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter