ડીસામાં મંગળવારે રાત્રે બનેલી ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.અસામાજિક તત્વોને જાણે કાયદાની કોઈ પરવાહ ન હોઈ તે ભીલવાસમાં રહેતા કે.કે.લુહાર નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું.પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો હતો.યુવક પર ફાયરિંગ કર્યા બાદ આરોપી રિવોલ્વર લઈને મહાલક્ષમી મેડિકલ ખાતે પહોંચ્યો હતો.જયાં રિવોલ્વરથી લોકોને ડરાવ્યા હતા.આ સમગ્ર ઘટના મેડિકલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ ઘટના બનતા ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષકે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલા ભીલવાસ વિસ્તારમાં રાત્રીના સમયે ત્રણ યુવકો બેઠા હતા. આ દરમિયાન ત્યાં બાઈક લઈને આવેલા કિશોર નામના શખ્સે લુહારે અરવિંદસિંહ રાજપૂત નામના શખ્સના પગ પર ગોળી મારી હતી. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાને જાણ થતાં ડીસા શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. રિવોલ્વર સાથે કિશોરને દબોચી લીધો હતો. આ ઘટના બનતા ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં