GSTV

બટર ચિકનની તલબ આ ભાઇને 1.23 લાખમાં પડી, 32 કિલોમીટરનું અંતર કાપ્યુ પણ આ કારણે ફટકારાયો મસમોટો દંડ

બટર

Last Updated on July 21, 2020 by pratik shah

કોઇ વ્યક્તિ પોતાની મનપસંદ વસ્તુ મેળવવા માટે કોઇપણ હદ પાર કરી શકે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે બધુ જ બંધ છે. રફતાર ધીમી પડી ગઇ છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક શખ્સ પોતાના મનપસંદ બટર ચિકન માટે જે કરી ગયો, તે ખરેખર ચોંકાવનારી વાત છે. આ શખ્સ બટર ચિકન ખાવા માટે 32 કિલોમીટર દૂર ગયો અને રસપ્રદ વાત એ છે કે આ બટર ચિકન તેને થોડાઘણાં નહીં પરંતુ પૂરા 1 લાખ 23 હજાર રૂપિયામાં પડ્યું.

ફટાકારાયો મસમોટો દંડ

એક અહેવાલ અનુસાર, આ શખ્સે પરફેક્ટ બટર ચિકન માટે મેલબર્નની સીબીડીથી 30 કિલોમીટર દક્ષિણ પશ્વિમમાં સ્થિત વેર્બિએથી સફર શરૂ કર્યુ. થયુ એવુ કે અહીં લોકડાઉન લાગુ હતું. તેથી તેને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો. આ શખ્સે 1652 ડોલરનો ફાઇન ભરવો પડ્યો. જે ભારતીય કરંસી અનુસાર 1 લાખ 23 હજાર રૂપિયાની આસપાસ છે. એટલે એવુ કહેવુ ખોટુ નથી કે આ શખ્સને બટર ચિકન 1 લાખ 23 હજારમાં પડ્યુ.

નિયમ બનાવ્યા કડક

લોકલ પોલીસે જણાવ્યા અનુસાર, આ વીકેન્ડ 74 લોકોએ ફાઇન ભરવો પડ્યો છે. તેમણે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યુ, જેવુ આ શખ્સે કર્યુ. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોનાના ઓસ્ટ્રેલિયામાં 11,800 કેસ છે. મેલબર્નમાં ગુરુવારથી નવુ લોકડાઉન શરૂ કર્યુ છે. નવી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જો કોઇ વ્યાયામ કરવા, જરૂરી સામાન ખરીદવા અથવા સ્કૂલ થવા ઉપરાંત અન્ય કારણોસર બહાર નીકળે તો તેણે દંડ ભરવો પડશે.

Read Also

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!