પરિણીત મહિલાને અન્ય યુવક સાથે ફેસબુકના માધ્યમથી પ્રેમ સંબંધ પાંગર્યા બાદ પતિ પાસે છુટાછેડાની માંગ કરી છેલ્લા પાંચ વર્ષ સુધી પ્રેમીની પત્ની તરીકે રહ્યા બાદ યુવકને અન્ય કોલગર્લ સાથે પ્રેમ થઈ જતા પરિણીતાને તરછોડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાથી પીછો છોડાવવા પ્રેમીએ અંગતપળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, સાવલી ખાતે રહેતી 40 વર્ષીય મહિલા લીલાબેન ( નામ બદલ્યુ છે ) ના લગ્ન 25 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ બીલીમોરા ખાતે થયા હતા. જેમાં સંતાનમાં એક દીકરો છે. જ્યારે એક દીકરીનું બીમારીમાં નિધન થયું હતું. તેમના પતિ બેકાર હોય ઘરે જ રહેતા હતા. આ દરમિયાન ફેસબુકના માધ્યમથી મહિલાનો પરિચય ડભોઇ ખાતે રહેતા જીગ્નેશભાઈ નામના વ્યક્તિ સાથે થયો હતો. ત્યારબાદ મહિલા અને જીગ્નેશભાઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા હતા. દીકરીના નિધન બાદ પતિ બેકાર બનતા તેમણે જીગ્નેશભાઈને રજૂઆત કરી હતી. જેથી જીગ્નેશભાઈ એ જણાવ્યું હતું કે, તમે પરિવાર સાથે સાવલી આવતા રહો હું તમારી રહેવાની સગવડતા કરાવી દઉં છું અને તારા પતિને નોકરીની વ્યવસ્થા કરી આપું છું.
આ અંગે લીલાબેને પતિને જીગ્નેશભાઈ સાથેના પોતાના પ્રેમ સંબંધ વિશે જાણ કરી સાવલી રહેવા જવાની વાત કરતા પતિએ સહમતી દર્શાવી હતી. ત્યારબાદ અવારનવાર મહિલા અને જીગ્નેશભાઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા રહ્યા હતા. આ વાતની જાણ જીગ્નેશભાઈના પરિવારને થતાં તેઓએ લીલાબેનના પતિને બોલાવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે મારી પત્ની મને છૂટાછેડા આપીને જીગ્નેશ સાથે લગ્ન કરવા ઈચ્છે છે મને કોઈ વાંધો નથી. જેથી ઉશ્કેરાયેલા જીગ્નેશભાઈના સંબંધીઓએ જણાવ્યું હતું કે, તારી પત્નીને લઈને જતો રહે નહીંતો કાપીને કેનાલમાં ફેંકી દઈશું. ઘટના બાદ મહિલાએ આખી રાત વડોદરા રેલવે સ્ટેશન પર વિતાવી હતી. પરંતુ જીગ્નેશ ના આવતા તેમણે ડભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમાધાન થયું હતું.

વર્ષ 2021 દરમિયાન મંજુસર જીઆઇડીસી પાસેની હોટલમાં મહિલા અને જીગ્નેશભાઈએ એકબીજાની મરજીથી નગ્ન વિડીયો બનાવ્યા હતા. આ દરમિયાન જીગ્નેશભાઈના નંદુરબારની કોલ ગર્લ સાથેના સંબંધ હોવાનો પણ ભાંડો ફૂટયો હતો. જે અંગે જીગ્નેશભાઈ ને પૂછતાછ કરતાં જણાવ્યું હતું કે, મારે તારી જોડે સંબંધ રાખવો નથી બીજી જોડે પ્રેમ થયો છે જેને હું ઘરે લાવવા માગું છું જેથી તું અમારા બંનેની જિંદગીમાંથી હટી જા નહીં તો આપણા વિડીયો છે તે વાયરલ કરી દઈશ. આમ પાંચ વર્ષ સુધી પત્ની તરીકે રાખી શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે સાવલી પોલીસે જીગ્નેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો