GSTV

OMG/ થોડી જ મિનિટમાં ઝાપટી ગયો આટલું બધું ખાવાનું, જોવા વાળાની આખો ખુલ્લી રહી ગઈ

Last Updated on December 1, 2021 by Damini Patel

ઘણા બધા એવા લોકો હોય છે જે ખાવા-પીવાના શોખીન હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે જરૂરતથી વધુ ખાય જાય છે. ઘણા લોકોની ડાયટ પણ ઔસતથી વધુ હોય છે. હેલ્થ વિશેષજ્ઞ કહે છે કે જો તમારે સ્વસ્થ રહેવું છે તો ઓછામાં ઓછા ફાસ્ટ ફૂડ ખાઓ, પરંતુ આજે અમે તમને એક એવો વિડીયો બતાવી રહ્યા છે જેને જોઈ તમેરી આંખો ખુલ્લી રહી જશે.

એક સાથે ખાય લીધા 6 બર્ગર

જે વિડીયો અમે બતાવવા જઈ રહ્યા છે , તે ઇંગ્લેન્ડના એક વ્યક્તિની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ થઇ રહી છે. ખરેખર એમની ચર્ચા એના ખાવાનાના કારણે થઇ રહી છે. આ વ્યક્તિએ એવું ખાધું કે જોઈ લોકો ચકિત રહી જાય છે. વ્યક્તિએ ક્રિસ્મસ ચેલેન્જ લેતા એક સાથે 6 બર્ગર ખાઈ લીધા. માત્ર આટલું જ નહિ આ વ્યક્તિએ બર્ગર સાથે એટલું ખાઈ લીધું કે બધા જોતા રહી ગયા.

23 વર્ષના કાઇલી ગીબ્સનના ક્રિસમસ ચેલેન્જમાં જેટલું ખાધું છે એમાં કુલ 9,600 કેલેરી હોય છે. એમણે ફેસ્ટિવલ ક્રિસ્પી ચિકન સ્ટેટ બર્ગર, 3 ફેસ્ટિવલ સ્ટ્ક્સ, 2 ચીઝ શેયર બૉક્સેઝ, 8 ફેસ્ટિવલ પાઇ તથા 2 સેલિબ્રેશન મેક્ફલીરીઝ ખાધી. માત્ર એટલું જ નહિ આટલું બધું તેમણે થોડી જ મિનિટમાં ખતમ કરી દીધું. જેટલું એમણે એકલાએ ખાધું એ જોઈ ઘણા લોકોની એમ જ પેટ ભરાઈ જાય.

ફૂડ ચેલેન્જમાં ભાગ લેતા રહે છે ગીબ્સન

ગીબ્સને આ ચેલેન્જને સરળ ગણાવ્યો અને કહ્યું કે બર્ગર એમને ખુબ પસંદ છે. તેમણે જણાવ્યું કે તેઓ સતત આ પ્રકારના ફૂડ ચેલેન્જમાં ભાગ લેતા રહે છે. એમણે જણાવ્યું કે આટલું બધું ખાધા પછી એને પચાવવામાં ખુબ વર્કઆઉટ કરે છે.

ગીબ્સને કહ્યું કે આ ચેલેન્જ લેતા પહેલા જ તે જીમ કરીને આવ્યો હતો. આ કારણે તેણે માત્ર 24 મિનિટમાં આટલું બધું ખાધું. ગિબ્સન કહે છે કે તે આવો ફાસ્ટ ફૂડ ભાગ્યે જ ખાય છે. આ સિવાય તે અઠવાડિયામાં 7 દિવસ વર્કઆઉટ કરે છે, જેથી આવો ખોરાક તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન કરે.

Read Also

Related posts

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!