GSTV
India News Trending Videos Viral Videos

VIDEO/ ફક્ત 2000 રૂપિયા માટે થઈને આ ભાઈએ ગંદા નાળાનું પાણી પી લીધું, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

પૈસા માટે લોકો શું શું નથી કરતાં, તેનો અંદાજ પણ આપણે લગાવી ન શકીએ. આવો જ એક મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના વિદિશામાંથી. જ્યાં પૈસા માટે એક શખ્સે ગંદા નાળામાંથી પાણી પી લીધું હતું. કહેવાય છે કે, આ શખ્સ સામે શરત એવી રાખવામાં આવી હતી કે, તે ગંદા નાળાનું પાણી પી લે તો તેને 2000 રૂપિયા મળશે. અહીં આપેલા વીડિયોમાંઆપ જોઈ શકો છો કે, આ શખ્સે શરત જીતવા માટે થઈને નાળાનું પાણી પણ પી લીધું. ત્યાર બાદ જોતજોતામાં આ વીડિયો પણ વાયરલ થઈ ગયો. લોકો આ વીડિયો જોઈને ખૂબ રિએક્શન આપી રહ્યા છે. જો કે, આ મામલો આમ તો, 13 જાન્યુઆરીનો છે, વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

શું છે આખી ઘટના

અહીં આપેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, 60 વર્ષના પન્નાલાલે ગંદા નાળાનું પાણી હાથમાં ઉઠાવ્યું અને બાદમાં તેને પી ગયાં. ઘટના સમયે ત્યાં હાજર લોકોએ ગંદા નાળાનું પાણી પીધા બાદ લોકોએ તેને શાબાશી પણ આપી. આ મામલો વિદિશાના જવતી ગામના કુશવાહા વિસ્તારનો છે. 14 સેકન્ડના આ વીડિયોમાં અન્ય કેટલાય લોકોના પણ અવાજ સંભળાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV