એરપોર્ટ પર સુરક્ષાને લઈને તમામ પ્રકારની તપાસ નિયમિત રીતે થતી હોય છે. પ્લેનમાં ટ્રાવેલિંગ દરમિયાન એરપોર્ટ પર તમારા સામાનનું ચેકિંગ થાય એ રૂટિન પ્રક્રિયા છે. ઘણીવાર પેસેન્જરની બેગમાં કંઈક એવું હોય છે જેને સુરક્ષા કર્મચારીઓ ફ્લાઈટમાં લઈ જવા દેતા નથી. નિયમો મુજબ અમુક પ્રકારની વસ્તુઓ સાથે અમુક દેશોમાં ટ્રાવેલિંગ કરી શકાતું નથી. આવી જ એક ઘટના થાઈલેન્ડના ફૂકેટ એરપોર્ટ પર એક ભારતીય સાથે બની હતી. અહીં હિમાંશુ દેવગન નામના મુસાફરને ગુલાબ જામુનનું બોક્સ લઈ જવા દેવામાં આવ્યું ન હતું. આ પછી ત્યાં હાજર લોકો પણ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે પેસેન્જરે એરપોર્ટ પર શું કર્યું.

ફેંકી દેવું અથવા તો સિક્યોરિટી ચેકિંગમાં જમા કરાવી દેવાનું ઓપ્શન
હિમાંશુ દેવગન થાઈલેન્ડથી ભારત પરત ફરવા સમયે ફૂકેટ એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે લાઈનમાં ઉભો હતો. આ દરમિયાન તેના સામાનમાંથી ગુલાબ જામુનનું ટીન બહાર આવ્યું. ચેકિંગ કરી રહેલી સિક્યોરિટી અધિકારીએ હિમાંશુને ગુલાબ જામુનનું બોક્સ લેવા દીધું ન હતું. આ પછી હિમાંશુ પાસે બે વિકલ્પ હતા, કાં તો તે તેને ફેંકી દે અથવા સિક્યોરિટી ચેકમાં જમા કરાવે. પરંતુ તેણે આ બેમાંથી કોઈ વિકલ્પ પસંદ કર્યો ન હતો. તેના બદલે, તેણે સુરક્ષા ચેકિંગ કરી રહેલા અધિકારીઓને જ મીઠાઈ ખવડાવી.
ઇન્ટરનેટ પર લોકો કરી રહ્યા છે વખાણ
હિમાંશુને આવું કરતા જોઈને ફૂકેટ એરપોર્ટ પર હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર લોકો હિમાંશુના આ ઈશારાના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ગુલાબ જામુન ન લઈ જવા દેવા બદલ ખૂબ જ મીઠી સજા આપી છે. બીજાએ લખ્યું કે તે ખૂબ જોરદાર આઈડિયા લગાવ્યો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી