GSTV
Home » News » સમુદ્રની અંદર ગર્લફ્રેંડને પ્રપોઝ કર્યું, જવાબ સાંભળતા પહેલા જ….

સમુદ્રની અંદર ગર્લફ્રેંડને પ્રપોઝ કર્યું, જવાબ સાંભળતા પહેલા જ….

અમેરિકાની એક છોકરી કે જે પોતાની બોયફ્રેંડની સાથે તંજાનિયામાં રજાઓ મનાવી રહી હતી. બંને એક બીજા સાથે લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ બંનેમાંથી કોઈ એકે બીજા સાથે વાત કરી ન હતી. છોકરો છોકરી સાથે વાત કરવાનો હતો અને સમુદ્રની ઉંડાઈમાં જઈને પોતાના પ્રેમને વ્યક્ત કરવાનો હતો. પરંતુ જ્યાં સુધી તે છોકરીને જણાવે કે તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેની પહેલા પાણીમાં ડુબીને તેની મોત થઈ ગઈ છે.

શું છે ઘટના?

સ્ટીવ વેબર અને તેમની ગર્લફ્રેંડ કેનેશા એંટોઈન રજાઓ મનાવવા માટે તંજાનિયા ગયા હતા. ત્યાં તેમણે પાણીની અંદર એક રિઝોર્ટ બુક કર્યો હતો. રિઝોર્ટ ચાર રાત્રો માટે બુક કરાવી હતી. આ કિનારાથી લગભગ 250 મીટર દુર 10 મીટર ઉંડાઈ પર હતું. બે દિવસ ખુશી-ખુશી ગયા અને ત્રીજો દીવસ હતો. સ્ટીવ કેનેશાને પ્રપોઝ કરવાનો હતો. જેના માટે તેનો વીડિયો પણ બની રહ્યોં હતો. તેના હાથમાં એક નોટ હતી.

લખ્યું હતું કે – હું  મારા શ્વાસને લાંબા સમય સુધી રોકી શકતો નથી પરંતુ હું તને કહેવા ઈચ્છુ છું કે હું તને અને તારી સાથે જોડાયેલી દરેક વસ્તુને પ્રેમ કરૂ છુ અને તેના પ્રતિ મારી દિવાનગી દરેક દીવસે વધતી જઈ રહી છે. શું તુ મારી સાથે લગ્ન કરીશ?

વીડિયોમાં વેબર એક વીંટી બહાર કાઢતા દેખાય છે પરંતુ થોડી જ વારમાં તે વીડિયોમાં દેખાતો બંધ થઈ જાય છે. જાણવા મળે છે કે આ દરમિયાન પાણીમાં ડુબી તેની મોત થઈ જાય છે. આ કેવી રીતે થયુ તેની કોઈ જાણકારી મળી નથી. તેની ગર્લફ્રેંડે ફેસબુક પર પોસ્ટમાં વેબરની ગર્લફ્રેંડ કેનેશાએ લખ્યું કે- વેબરના પરિવાક અને દોસ્તો માટે પ્રાર્થના કરે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે. હું જાણુ છું કે બ્રહ્માંડમાં જ્યાં પણ સ્ટીવનની આત્મા હશે તે ત્યાંથી ખુશી વહેંચશે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!