GSTV
Home » News » ચાર્જિંગ દરમિયાન મોબાઇલમાં થયો વિસ્ફોટ, ઓરડામાં સૂઈ રહેલ યુવાન સાથે થયું આવું ભયાનક…

ચાર્જિંગ દરમિયાન મોબાઇલમાં થયો વિસ્ફોટ, ઓરડામાં સૂઈ રહેલ યુવાન સાથે થયું આવું ભયાનક…

ઓડિશાના જગતપુર જિલ્લામાં ચાર્જિંગ દરમિયાન વિસ્ફોટથી એક 22 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે, રવિવારે રાત્રે યુવાન પારાદીપમાં એક ઓરડામાં ઊંઘ્યો હતો, એ જ સમયે ચાર્જિંગમાં લગાવેલા મોબાઇલમાં વિસ્ફોટ થયો.

મૃતકની ઓળખ કુના પ્રધાન તરીકે થઈ છે. પ્રધાન રાજ્યના નયાગઢ જિલ્લાના રાનપુર ગામનો રહેવાસી હતો. તે પારાદીપમાં જન્નાથ મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરી કરતો હતો, મંદિરનું નિર્માણ જગન્નાથ ટ્રક ઓનર્સ એસોશિએશન દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

એસિસિએશનના અધ્યક્ષ છૈલા ચંદ્ર જેનાએ કહ્યું કે, સૂચના મળતાં જ સવારે લગભગ 5 વાગે તેઓ ત્યાં પહોંચ્યા અને પોલીસને સૂચના આપી. જગતસિંહપુર પોલીસે કેસ દાખલ કર્યો અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.

Related posts

પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!