GSTV

અજબ/ એલિયન્સ સાથે વ્યક્તિએ રાત વિતાવવાનો કર્યો દાવો, હેરાન થઈને પત્નીએ આપી દીધા છે છૂટાછેડા

Last Updated on September 14, 2021 by Bansari

એલિયન્સના અસ્તિત્વને લઈને કેટલાય પ્રકારની ચર્ચાઓ વિશ્વભરમાં થતી રહે છે. કેટલાક લોકો તેના અસ્તિત્વને સ્વીકારે છે તો કેટલાક તેને કલ્પના કહે છે. પરંતુ અમેરિકામાં એલિયન્સ વિશે એક વ્યક્તિના દાવાએ બધાને ચોંકાવી દીધા છે. સ્ટીવ કોલબર્ન નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે એલિયન્સે તેનું અનેક વખત અપહરણ કર્યું છે અને તેઓએ તેના શરીરમાં નેનોચિપ લગાવી છે.

એલિયન્સ ઘણી વખત કરી ચૂક્યા છે અપહરણ

સમાચારો અનુસાર, એક શોમાં એલિયન્સ સંબંધિત ઘટનાઓ વિશે વાત કરતા કોલબર્ને દાવો કર્યો હતો કે એલિયન્સને કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે. મારી પત્નીએ મને છૂટાછેડા આપી દીધા છે અને મેં મારી નોકરી પણ ગુમાવી છે. તેણે દાવો કર્યો હતો કે UFO એ સેંકડો વખત તેનું અપહરણ કર્યું છે અને તે સ્ટીલનો બનેલો છે જે ગ્રે રંગના હોય છે.

તે માણસે કહ્યું કે પહેલી વાર તેણે ઘર પર લાગેલા એક નાશપતીના ઝાડ ઉપર એક UFO ફરતો જોયો હતો અને જેવા તેની પાસે જવાનો પ્રયાસ કર્યો કે એક લીલા રંગની લાઈટથી વ્યક્તિને સ્પેસશિપની અંદર ખેંચી લીધો. આ પછી એલિયન્સ તેને પોતાની સાથે લઈ ગયા.

શરીરમાં નેનોચિપ ફીટ કરી દીધી

ઘટનાને યાદ કરતા સ્ટીવ કોલબર્ને વધુમાં જણાવ્યું કે એલિયન્સ તેને મેડિકલ સ્ટેશન લઈ ગયા જ્યાં તેને એક ટેબલ પર સુવડાવી દીધો હતો. આ પછી તેના હાથમાં સ્ટીલના હથિયારથી તેની બાજુમાં એક નેનો ચીપ ફીટ કરી દેવામાં આવી હતી. વ્યક્તિનો દાવો છે કે ત્યાંથી પરત ફર્યા બાદ તેની વિચારસરણી અને રહેવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી.

કોલબર્ન દાવો કરે છે કે બદલાયેલા વર્તનને કારણે તેની પત્નીએ છૂટાછેડા આપી દીધા છે. કારણ કે તેણી આ ફેરફારને સમજી શકી ન હતી. ચિપના કારણે તે પોતાના કામ પર ધ્યાન આપી શકતો ન હતો. જેને પગલે તેને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave

મોટા સમાચાર / તાલિબાનને લઇ વડાપ્રધાન મોદીનું સૌથી મોટું નિવેદન, માન્યતા આપવાને લઇ કહી આ વાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!