આજે અમે તમને એક એવા ફ્રોડ વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે દેશની સરકાર સાથે છેતરપિંડી કરી. આ વ્યક્તિની સ્ટોરી સામે આવ્યા બાદ આખી દુનિયા ચોંકી ગઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, આ વ્યક્તિએ 188 નકલી બાળકો બનાવ્યા અને તેમના નામે સરકારને 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. આ વ્યક્તિ યુકેમાં રહે છે.

દેશની સરકાર સાથે થઈ છેતરપિંડી
એક અહેવાલ મુજબ, અલી બાના મોહમ્મદ નામના 40 વર્ષીય વ્યક્તિએ દેશની સરકાર સાથે એટલો દગો કર્યો કે, કોઈ તેના પર વિશ્વાસ ન કરી શકે. તમને જણાવી દઈએ કે યુકેમાં બાળકોના ઉછેર માટે સરકાર ખર્ચ આપે છે. આ વ્યક્તિએ તેનો ફાયદો ઉઠાવ્યો અને પોતાના 188 નકલી બાળકો ઉછેરવાના નામે દેશની સરકાર પાસેથી 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. આ માણસને હવે ‘ઠગોનો બાપ’ કહેવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, તેણે આ છેતરપિંડી માટે તેના મિત્રો અને સંબંધીઓની મદદ લીધી હતી. જો કે, પાછળથી જાણવા મળ્યું કે, આ વ્યક્તિને એક પણ બાળક નથી. આ વ્યક્તિએ તેના 188 નકલી બાળકોની માહિતી ડાયરીમાં લખી હતી. જેના નામે તે ભરણપોષણ માટે દાવો કરતો હતો. જ્યાં સુધી HM રેવન્યુ અને કસ્ટમ્સના તપાસકર્તાઓને કંઈક ખોટું સમજાયું ત્યાં સુધી તેણે ચાઈલ્ડ બેનિફિટ અને ટેક્સ ક્રેડિટ પેમેન્ટ્સ લેવાનું ચાલુ રાખ્યું.

આ રીતે કરતો હતો છેતરપિંડી
વાસ્તવમાં, ક્લેમ માટે બે નંબર પરથી ઘણી વખત કોલ કરવામાં આવ્યો હતો. આમાં નંબર એક જ હતો, પણ બાળક અલગ હતો. કાર્ય અને પેન્શન વિભાગને આ અંગે થોડી શંકા હતી અને તેમણે ઓપરેશન ચલાવીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે, અલી 70 અલગ-અલગ નામોથી કુલ 188 નકલી બાળકો માટે બાળ લાભ લેતો હતો. તે અન્ય લોકોના આઈડીની ચોરી કરીને અથવા તેના સંબંધીઓના આઈડીનો ઉપયોગ કરીને આ છેતરપિંડી કરતો હતો. કોર્ટે આ કૌભાંડમાં સામેલ 6 લોકોને 13 વર્ષની સજા ફટકારી છે. તેના માસ્ટરમાઇન્ડ અલીને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
Read Also
- ઘાટલોડિયાના ટેલિફોન એક્સચેન્જ રોડ પર જાહેરમાં મહિલા પર એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કર્યો એસિડ એટેક
- રાજકોટ: ભારતનું સૌપ્રથમ સૌર ઊર્જા યુક્ત ટ્રાફિક સિગ્નલ બનાવવામાં આવ્યું, આ સિગ્નલની છે અનેક ખાસિયતો
- તમારા ફોનમાં તો નથી ને આ ખતરનાક એપ, જો છે તો હમણાં જ કરી નાખો અનઇન્સ્ટોલ; નહીંતર પડશે ભારે
- રાજ્યપાલ સત્યપાલ મલિકે જગતના તાતને કહ્યું સૌથી પહેલા રાજ બદલો અને પછી એકજૂથ થઈને સરકાર બનાવો
- રશિયન હુમલાના ભીષણ ગોળીબાર વખતે આ શહેરના મેયરનું મૃત્યુ, ઘટના બાદ શહેરમાં મચ્યો ખળભળાટ