Viral: ઘરની બહાર 3 કલાક સુધી કરતો રહ્યો શરમજનક હરકત, CCTVમાં કેદ ઘટના જોઇને દંગ રહી જશો

કેલિફોર્નિયામાં કંઇક એવું બન્યું જેના કારણે સૌકોઇ અચંબિત થઇ ગયાં છે. એક શખ્સ ઘરની બહાર ડોર બેલને ત્રણ કલાક સુધી ચાટતો રહ્યો. કેલિફોર્નિયાની પોલીસ હવે આ શખ્સની તલાશ કરી રહી છે. એક અહેવાલ અનુસાર રોબર્ટ ડેનિયલ અરોયો જે એક ચોર છે. તે ન્યૂ યરની રાતે ઘરની ડોર બેલ ચાટતા જોવા મળ્યો. ઘરની માલિક સિલવિયા ડુનગને જણાવ્યું કે આ ઘટના સમયે તે ઘરમાં હાજર ન હતી પરંતુ તેના બાળકે તે સમયે ઘરમાં હતાં.

જ્યારે તેમણે સિક્યોરિટી કેમેરા ચેક કર્યો તો તે દંગ રહી ગઇ. તેણે જોયું કે કોઇ શખ્સ તેના ઘરની ડોર બેલ ચાટી રહ્યો છે. તેણે આવું કામ ફક્ત કેટલીક મિનિટો માટે નહી પરંતુ પૂરા 3 કલાક માટે કર્યુ. કોઇ તે સમજી શકતું નથી કે તે શા કારણે ડોરબેલ ચાટી રહ્યો છે. પોલીસને લાગી રહ્યું છે કે તે રિલેક્સ કરવા માટે આમ કરી રહ્યો છે.

તેણે કોઇ નુકસાન તો ન કર્યુ પરંતુ તે 3 કલાક સુધી ડૉરબેલ ચાટીને ત્યાંથી નીકળી ગયો. સિલવીયાએ જણાવ્યું કે તેણે ગત મહિને જ આ ડૉરબેલ લગાવ્યો છે. જેના પૈસા વસૂલ થઇ ગયાં. પરંતુ આ ખરેખર વિચિત્ર હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter