GSTV
India News Trending

ચમત્કાર : ફ્રીઝર બોક્સમાં 2 દિવસ રહેવા છતાં વ્યક્તિ નીકળ્યો જીવતો, તબીબો પણ માણસને જીવતો જોઈ ચોંકી ગયા

તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ડોક્ટરોને આશ્ચર્યચકિત કરતી અને લગભગ ચમત્કાર કહી શકાય તેવી એક ઘટના બની છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ચેન્નાઈના 73 વર્ષીય બાલાસુબ્રમણ્યમ કુમાર પોતાના નાના ભાઈ શ્રવણ સાથે રહે છે. સોમવારે બાલાસુબ્રમણ્યમ કુમારના મૃત શરીરને રાખવા માટે શ્રવણે એક ફ્રિઝર બોક્સ મંગાવ્યુ હતુ. સાંજે ચાર વાગ્યે ફ્રિઝર બોક્સ ડિલિવર કરાયું હતું. આ બોક્સ બે દિવસ બાદ પાછુ લઈ જવાનું હતું.

બે દિવસ પછી મૃતદેહમાં જોઈ હતી હલચલ

જ્યારે કંપનીનો સ્ટાફ બે દિવસ પછી બોક્સ લેવા પાછો આવ્યો ત્યારે તેમણે મૃતદેહમાં હલચલ જોઈ હતી અને એ પછી પોલીસને જાણ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે સોમવારે બાલાસુબ્રમણ્યમ કુમાર બેહોશ થયા હતા. તેમના નાના ભાઈને લાગ્યુ હતુ કે, તેમનું મોત થયું છે. આથી મૃતદેહને પ્રિઝર્વ કરવા માટે બોક્સ મંગાવ્યુ હતું. પોલીસનુ માનવું છે કે, નાના ભાઈની દિમાગી હાલત સારી નથી એટલે બીજી શક્યતાઓ પર પણ ચકાસણી થઈ રહી છે. દરમિયાન ડોક્ટરની સલાહ બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.

Related posts

રિક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ

Hardik Hingu
GSTV