ભૂતનું અસ્તિત્વ છે કે નહિ, તેને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કેટલાક કહે છે કે જેમ ભગવાન છે, તેમ ભૂત પણ છે. સાથે જ એક વર્ગ એવો પણ છે જે તેમને માનતો નથી. જ્યાં સુધી અલૌકિક ઘટનાઓ મનુષ્યો સાથે ન થાય ત્યાં સુધી લોકો તેમનામાં વિશ્વાસ કરતા નથી. તેને કાલ્પનિક જણાવીને અવગણે છે. સોશિયલ મીડિયા પર આવી પ્રવૃત્તિઓથી પ્રભાવિત વ્યક્તિએ પોતાનો અનુભવ શેર કર્યો. આ વ્યક્તિએ આકસ્મિક રીતે એક શાપિત પેઇન્ટિંગ ખરીદી અને તેને ઘરે લાવ્યો. પરંતુ, તેને ક્યાં ખબર હતી કે, આ પેઇન્ટિંગની સાથે ખરાબ આત્માને પણ તે ઘરમાં નોતરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ વ્યક્તિએ એક મહિલા પાસેથી બે ઢીંગલીવાળી પેઇન્ટિંગ ખરીદી હતી. આ પેઇન્ટિંગમાં બે સુંદર ઢીંગલી બનાવવામાં આવી હતી. તેને પેઇન્ટિંગનો લૂક ગમ્યો. આ કારણે તેણે તરત જ પેઈન્ટિંગ ખરીદી લીધું. પરંતુ જે મહિલા પાસેથી તેણે પેઈન્ટિંગ લીધું હતું, તેણે તે આપતી વખતે તેને સાવચેત રહેવા કહ્યું. મહિલાએ તેને ચેતવણી પરંતુ તેને લાગ્યુ કે આ ખોટું બોલી રહી છે. તેથી તેણે મહિલાની વાતને ધ્યાનમાં લીધી નહિ. પરંતુ આ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ.
ઘરમાં થયો આત્માઓનો પ્રવેશ
વ્યક્તિને આ પેઇન્ટિંગ ખૂબ જ ગમી. પેઇન્ટિંગ આપનાર મહિલાએ તેને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, પેઈન્ટિંગ તેના ઘરે જશે કે તરત જ ભૂત ઘરમાં પ્રવેશ કરશે. પરંતુ વ્યક્તિને લાગ્યું કે મહિલા ખોટું બોલી રહી છે. તેણે પેઇન્ટિંગ ખરીદી અને ઘરે લાવ્યો. આ સાથે જ વ્યક્તિની પરેશાનીઓ શરૂ થઈ ગઈ. શરૂઆતના થોડા દિવસો સારા રહ્યા. પરંતુ તે પછી ધીમે ધીમે તેને ઘરમાં નકારાત્મકતા દેખાવા લાગી. તેના ઘરમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. અચાનક તે અનિંદ્રાથી પરેશાન થવા લાગ્યો. તે જ સમયે, તેના પાલતુ પ્રાણી હેમ્સ્ટરનું પણ મૃત્યુ થઈ ગયુ.
હવે વેચવા માટે થઈ રહ્યો છે પરેશાન
અચાનક તેના ઘર પર મુસીબતોનો પહાડ તૂટતો જોઈને તે વ્યક્તિને પેલી સ્ત્રીની વાત યાદ આવી ગઈ. તેણે જોયું કે જ્યારથી ઘરમાં પેઈન્ટિંગ આવ્યું છે ત્યારથી તેના જીવનમાં સમસ્યાઓ વધી ગઈ છે. તેણે તરત જ પેઇન્ટિંગથી દૂર થવાનું નક્કી કર્યું. શોપિંગ સાઈટ ebay પર તેણે પેઈન્ટિંગ વેચવાની જાહેરાત મૂકી. ઓનલાઈન આ પેઈન્ટીંગ 6 હજારમાં વેચાણ માટે મુકવામાં આવી છે. સાથે જ તેણે સ્પષ્ટ લખ્યું છે કે આ પેઇન્ટિંગ શાપિત છે અને તેને ખરીદનાર વ્યક્તિએ સાવધાન રહેવું પડશે.
READ ALSO:
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી
- ઇમરજન્સી ફંડ જરૂરિયાતના સમયે બની શકે છે મોટી મદદ! જાણો કેવી રીતે ભંડોળનો ઉપયોગ કરવો
- BIG BREAKING: કુપવાડામાં લશ્કરના ત્રણ આંતકીઓ ઠાર! ઘુસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા
- પાકિસ્તાન/ ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ બની હિંસક, ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો આમને-સામને