GSTV
Home » News » આ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો

આ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો

ખાવા-પીવાની વસ્તુઓમાં લખેલી એક્સપાયરી ડેટને લઈને મોમ્સ ઓગ્રેનિક માર્કેટના સંસ્થાપક અને CEO સ્કોટ નેશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોતાનો ચોંકાવનારો દાવો સાચો સાબિત કરવા માટે ગયા વર્ષે સ્કોર્ટ નૈશએ કંઈક એવું કર્યું જેને કરવાથી સામાન્ય રીતે લોકો ડરે છે. તેમણે દહીના એક્સપાયરી ડેટ પુરી થયા બાદ તેને ખાધું. ત્યાર બાદ તેમણે ટૉર્ટિલાસ ખાધુ, જેની એક્સપાયરી ડેટ એક વર્ષ પહેલા જ નિકળી ગઈ હતી. 

નૈશનું કહેવું છે કે તેમણે એક વર્ષ સુધી આ એક્સપેરીમેન્ટ કર્યો, જેમાં ખાવા પીવાની વસ્તુઓની એક્સપાયરી ડેટ નિકળી ગયા બાદ ઘણી અઠવાડીયાઓ કે મહિના બાદ જ તેને ખાધી. તે જણાવવા માંગતા હતા કે ખાવા પીવાની વસ્તુઓમાં દર્શાવવામાં આવેલી વસ્તુઓની એક્સપાયરી ડેટનો કોઈ મતલબ નથી હોતો.

નૈશએ જણાવ્યું કે એક્સપેરીમેન્ટ બાદ હું એ જાણી ગયો છું કે તેના પર આપવામાં આવતી એક્સપાયરી ડેટનો તેનો તેના સાથે ખૂબ ઓછું લેવા દેવા છે. ધણા મામલામાં એક્સપાયરી ડેટ જ પુરતી નથી હોતી એવું જાણવા કે ભોજન ક્યા સુધી ખાવા માટે સુરક્ષિત છે.

તેમણે જણાવ્યું કે લેન્ડફિલ સાઈટ્સમાં ભોજનનો વડફાટ મીથેન ગેસ પોદા કરે છે. જે એક ગ્રીન હાઉસ ગેસ છે. અહીં કાર્બન ડાઓક્સાઈડની તુલનામાં વાયુમંડળમાં ગર્મી પેદા કરવામાં 28થી 36 ગણુ વધુ પ્રભાવી છે. આ રીતે ભોજનની બર્બાદી કરીને તમે ફક્ત કેલેરી અને પૈસાની બર્બાદી જ નહીં પરંતુ તે બધા સંસાધનોને પણ બર્બાદ કરી રહ્યા છે. જે તે ભોજનને ઉગાડવામાં પેકેજિંગ કરવા અને પરિવહન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.  

Read Also

Related posts

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi

ગૃહ મંત્રી અમિત શાહ પહેલી સપ્ટેમ્બરે આવશે ગુજરાત, આ કોલેજનું કરશે લોકાર્પણ

Nilesh Jethva

રાજ્યમાં વરસાદ બાદ પડી રહેલી હાલાકી મામલે સીએમ રૂપાણી આપ્યા આ આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!