GSTV
Home » News » પત્નિએ જીવતા પતિની સમાધી બનાવી, પતિએ કહ્યું- હવે સમજાયું કોઈના ફોન કેમ નથી આવતા !

પત્નિએ જીવતા પતિની સમાધી બનાવી, પતિએ કહ્યું- હવે સમજાયું કોઈના ફોન કેમ નથી આવતા !

મર્યા બાદ અનેક લોકોની સમાધી બનાવી હોય તેવા કિસ્સાઓ તો તમે જોયા હશે પણ દુનિયામાં એક શખ્સ એવો પણ છે કે, તે જીવતો હોવા છતાં પણ તેની પત્નિએ તેના નામની સમાધી બનાવી નાખી છે. આ સમાધી હૈટલ નામના જીવતા શખ્સની છે. તેની ઉંમર હાલમાં 75 વર્ષ છે. તેના પ્રથમ લગ્ન 26 વર્ષ પહેલા તૂટી ગઈ, અને હવે તેણે દાવો કર્યો છે કે, તેની પત્નિએ તેને પુછ્યા વગર જ સમાધી બનાવી નાખી છે.

એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, હજું થોડા દિવસ પહેલા જ ખબર પડી કે, તેના નામની સમાધી બની છે. તેણે આ સમાધીને જોઈ હેરાન થઈ ગયો હતો. આ સમાધી પર તેનું નામ લખેલું હતું. તેને ત્યારે ખબર પડી કે, તેના નામની સાથે સાથે તેની પૂર્વ પત્નિનું પણ નામ લખ્યું હતું.

એલન હૈટલે જણાવ્યું હતું કે, આ કરતૂત તેની પત્નિની જ છે. જેની સાથે મારે 26 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. બંનેના સંતાનો પણ છે. એલને કહ્યું હતું કે, મારા ફોન પર છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ફોન આવતા નથી. હવે મને ખબર પડી કે, આવું કેમ થઈ રહ્યું છે. લોકો આ કારણે જ મને ફોન કરતા નથી. પૂર્વ પત્નિના આવા કરતૂત પર પતિ લાલઘૂમ થઈ ગયો છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!