GSTV
India News Trending World

જો બાઈડનના શપથ પહેલા અમેરિકી સંસદ પાસે 500 ગોળીઓ સાથે ઝડપાયો એક શખ્સ

અમેરીકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથની થોડી જ ક્ષણો પહેલા અમેરીકી સંસદ કૈપિટલ હિલ પાસે પોલીસે એક વ્યકિતને શુક્રવારે બંદૂક અને 500 ગોળીઓ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી બાઈડનના શપથ ગ્રહણ સમારોહનો એક નકલી (ફર્જી) પાસ મળ્યો હતો. આરોપીએ બંદૂક અને ગોળીઓનો પોતાના ટ્રકમાં અંદર છુપાવીને રાખ્યું હતા. ઝડપાયેલા આરોપીની ઓળખ વેસ્લે એ બિલર (31)ના રૂપમાં કરાઈ છે.

બિલરની ધરપકડ બાદ તેણે કહ્યું કે, તે ભૂલથી બંદૂક અને ગોળિયો લઈને આવી પહોંચ્યો. બિલરે દાવો કર્યો કે તે વોંશિંગ્ટનમાં સિકયોરીટીનું કામ કરે છે. તેને કામ પર જવા માટે મોડુ થતુ હોવાના કારણે તે ભૂલી ગયો કે તેના ટ્રકમાં હથિયાર છે. તો ત્યાંની ફેડરલ તપાસ એજન્સીઓએ કહ્યું કે, બિલર એક કોન્ટ્રાકટરના રૂપમાં કામ કરે છે. તેના ઓળખપત્રને પાર્ક પોલીસે જારી કર્યુ હતું પરંતુ પોલીસ અઘિકારીએ તેની ઓળખ નહોતી કરી.

તપાસ એજન્સીઓએ કહ્યું કે, બિલરનો ઉગ્રવાદી જૂથ સાથે અગાઉ પણ કોઈ સંબંધ નથી. બિલર પર લાઈસન્સ વગર હથિયાર રાખવાનો આરોપ લગાવાયો છે. પોલિસ દસ્તાવેજોથી માહિતી મળી કે જયારે બિલરને રોકવામાં આવ્યો સહતો ત્યારે તેણે કબુલ કર્યુ હતું કે તેની પાસે હથિયાર છે. પોલીસે તાત્કાલિક ધોરણે તેને કસ્ટડીમાં લોવાયો. તેના પાસેથી મળેલી ગોળિયો 9mmના હેંડગનની છે. જણાવી દઈએ કે જો બાઈડનનો શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરીએ થવાનો છે. અને ટ્રંપ સમર્થકોની હિંસાના ખતરાને જોતા સધન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV