GSTV
India News Trending

છોકરીઓના વોશરૂમમાં લગાવ્યો હિડન કેમેરા, રેકોર્ડ કર્યા 1200 અર્ધ-નગ્ન વીડિયો, આરોપીની ધરપકડ કરાઈ

કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.શહેરની એક ખાનગી કોલેજના વિદ્યાર્થીની છોકરીઓના અર્ધ-નગ્ન વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી પર આરોપ છે કે તેણે કથિત રીતે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓના વીડિયો રેકોર્ડ કરવા માટે વોશરૂમમાં કેમેરા લગાવ્યો હતો. આરોપીએ 1200થી વધુ અર્ધ-નગ્ન વીડિયો અને છોકરીઓના ફોટા રેકોર્ડ કર્યા છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ શુભમ એમ આઝાદ છે.

પોલીસે જણાવ્યું કે શુભમે તેની ગર્લફ્રેન્ડની અર્ધ નગ્ન તસવીરો પણ ક્લિક કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે કેટલીક છોકરીઓએ તેને વોશરૂમમાં છુપાયેલ કેમેરા ઠીક કરતા પકડતા તે હોસ્ટેલમાંથી ભાગી છુટ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે હોસ્ટેલમાં લાગેલ સીસીટીવી કેમરાની પણ તપાસ કરી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપીએ અગાઉ પણ આવું જ કર્યું હતું અને પછી પકડાઈ ગયો હતો. લેખિતમાં માફી માંગ્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે કોલેજના પ્રોફેસરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે તેના ફોનમાંથી 1200થી વધુ વીડિયો અને તસવીરો મળી આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી પાસે બીજો ફોન છે અને તેમાં વધુ વીડિયો હોઈ શકે છે.

સંબંધિત કલમો હેઠળ નોંધાયેલ કેસ

વરિષ્ઠ પોલીસ અધિકારી પી કૃષ્ણકાંતે જણાવ્યું હતું કે “આરોપી કોલેજનો વિદ્યાર્થી છે. તેણે આ ગંદું કૃત્ય કર્યું છે. આ કારણોસર અ તેની વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં  આવ્યો છે. અમે ફરિયાદના આધારે તપાસ કરી રહ્યાં છીએ.

Also Read

Related posts

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV