GSTV
Home » News » જીભથી બંધ કરવા ગયો આ વ્યકિત, થયા આ હાલ

જીભથી બંધ કરવા ગયો આ વ્યકિત, થયા આ હાલ

ઘરમાં જ્યારે બાળક રમતા રમતા ટેબલ ફેનની પાસે જતુ રહે છે તો પણ આપણે ઘબરાઇ જઇએ છીએ કે તેને કઇ વાગે નહિ. પરંતુ હાલમાં સોશ્યલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે યુકેનો આ શખ્સ પહેલા માથા વડે અને બાદમાં જીભથી ચાલતા પંખાને સ્ટોપ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોની શરૂઆતમાં તે પંખાને સ્ટાર્ટ કરે છે અને પંખાને પોતાની તરફ વાળી લે છે. તે પંખાની ફ્રેમને પોતાના હાથથી પકડે છે અને પાંખોને પોતાના માથા વડે બંધ કરવાનો પ્રયત્ન કરે છે. લગભગ 8-10 સેકેન્ડ પછી સુધી તે આ પ્રયત્ન ચાલુ રાખે છે પરંતુ છેલ્લે તે ઉભો રહી જાય છે.તે પછી તે માથાથી પંખો રોકી દે છે. જેવો તે પંખા પરથી માથુ દૂર કરે છે પંખો ચાલવા લાગે છે.

પછી તે પંખાની સામે ઉભો રહે છે અને ફરી પોતાની જીભથી પંખો બંધ કરવાનો પ્રયત્ન કરે છે. 11 સેકેન્ડ પછી તે પંખાને જીભથી બંધ કરી દે છે. પંખાની મેટલની પાંખ તેના જીભને છોલી નાંખે છે. ત્યારે તમને અંદાજો આવી જ ગયો હશે કે જીભ વડે પંખો સ્ટોપ કરવાથી શું પરિણામ આવી શકે.

 

Related posts

14 મહિનાની બાળકી રોજ પીવે છે 1.5 લીટર કોફી, કારણ જાણી આંખોમાં આવી જશે આંસુ

Dharika Jansari

અહીં પક્ષીઓ માટે બનાવવામાં આવ્યા 60 ભવ્ય ફ્લેટ, તરવા માટે સ્વીમિંગ પૂલ પણ

NIsha Patel

અધધધ… નદીમાં જોવા મળ્યો રાક્ષસ, વીડિયો જોશો તો ઊડી જશે હોશ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!