ચેન્નઈમાં તૈયાર થયેલી કોવિડશીલ્ડ વેક્સીનના ટ્રાયલમાં ભાગ લીધા બાદ એક વ્યક્તિને ડોઝ આપ્યા બાદ તેને ગંભીર રીતે સાઈડ ઈફેક્ટ થઈ છે. 40 વર્ષિય આ વ્યક્તિનું કહેવુ છે કે, વેક્સીનનો ડોઝ લીધા બાદ તેને ગંભીર રીતે સાઈડ ઈફેક્ટ થઈ હતી, જેમાં વર્ચુઅલ ન્યૂરોલોજિક્લ બ્રેકડાઉન જેવી સમસ્યા પણ થઈ છે. ત્યારે હવે આ વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયાનું વળતર પણ માગ્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ વૈક્સીનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે.
40-year-old man who took part in the 'Covidshield' vaccine trial in Chennai alleges serious side effects, including virtual neurological breakdown and impairment of cognitive functions; seeks Rs 5 crore compensation.
— Press Trust of India (@PTI_News) November 29, 2020
ટ્રાયલમાં હાલમાં એક મોટી ભૂલ આવી હતી સામે
હજૂ થોડા દિવસ પહેલાની જ વાત છે, જ્યાં આ વેક્સીનના ટ્રાયલમાં એક ગંભીર ભૂલ સામે આવી હતી. જો કે, આ ભૂલ એક રીતે સારા અર્થમાં સાબિત થઈ હતી. હકીકતમાં ટ્રાયલમાં જે લોકોને વેક્સીનનો ઓછો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમાં 90 ટકા અસર થઈ હતી. જ્યાંરે જે લોકોને બે ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાં વેક્સીનની 62 ટકા અસર પ્રભાવી થઈ હતી.ત્યાર બાદ પૂર્વમાં વેક્સીનની અસરકારકતા વિશે કરાયેલા નવા દાવા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. એસ્ટ્રાજેનેકાએ બુધવારના રોજ એક નિવેદન આપી અંગે સ્પષ્ટતા પણ કરી હતી.

READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત