GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

હમ દિલ દે ચૂકે સનમ : પતિએ 71 બકરીઓ લઈ પત્નીને કરી પ્રેમીના હવાલે

ઉત્તર પ્રદેશમાં એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સમાજની પંચાયતે નિર્ણય લેતા 71 ઘેટા-બકરાં સામે એક વ્યક્તિને પોતાની પત્ની પ્રેમીને સોંપી દેવાનો નિર્ણય લીધો છે. પતિએ પણ વાત માની 71 ઘેટા-બકરાંઓ લઈ પત્નીને પ્રેમિને સોંપી દીધી છે. હાલ આ ઘટના ઉત્તર પ્રદેશના ગોરખપૂર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ગોરખપૂરના બેલીપાર વિસ્તારનાં એક ગામડાંમાં મહિલાની કિંમત 71 બકરીઓ લગાવી દેવામાં આવી હતી. જેમાં બંન્ને પક્ષ રાઝી પણ થઈ ગયા હતા અને મહિલા પ્રેમી સાથે સુખેથી ચાલી ગઈ હતી. જે પછી પ્રેમીના પિતાએ બકરીઓને પરત લાવવા માટે મહિલાને મોકલવાની વાત પણ મુકી હતી. આ ઘટના જ્યારે પોલીસના કાને પહોચી તો પોલીસ પણ હક્કી બક્કી રહી ગઈ હતી.

પિપરાઈચ વિસ્તારમાં રહેનારો 22 વર્ષનો ઉમેશે 22 જુલાઈના રોજ ગામડાંની એક મહિલાને લઈ નાસી છૂટ્યો હતો. જે પછી બંન્ને પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પાંચ દિવસ પહેલા પતિ પત્ની અને પ્રેમી બેલીપાર વિસ્તારના એક ગામડાંમાં બકરીઓ ચરાવતા સમયે આમને સામને આવી ગયા હતા. જેના પરિણામે વિવાદ વકર્યો હતો. કારણ કે એ સમયે મહિલા પ્રેમી સાથે હતી.

બંન્ને વચ્ચે થયેલા વિવાદ બાદ પંચાયત બેઠી. પંચોએ પ્રેમીને મહિલાને રાખવા માટે કહ્યું. તો તેણે હામાં જવાબ આપી દીધો. જેની સામે પંચાયતે નિર્ણય લીધો કે પ્રેમી પોતાની અડધી બકરીઓ પ્રેમિકાના પતિને આપી દે. જેના પર બંન્ને પક્ષો રાજી થઈ ગયા. પ્રેમીની પાસે 142 બકરીઓ હતી. જેમાંથી અડધી એટલે કે 71 જેટલી મહિલાના પતિને સોંપી દેવામાં આવી. જે પછી પંચાયતે મહિલાને પ્રેમી સાથે જવાની અનુમતિ આપી દીધી.

શુક્રવારે પ્રેમીના પિતાએ ખોરાબાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા કહ્યું હતું કે, તેની બકરીઓ પરત કરી દેવામાં આવે અને બદલામાં ઘરની વહુ પરત લઈ આવવામાં આવે. તેણે મહિલાના પતિ પર બકરીઓ ચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ખોરાબાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ઘટના ન આવતી હોવાથી તેને પિપરાઈચ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી હતી. મહિલાના પતિએ પણ કહ્યું કે અમે કોઈની પાસેથી બકરીઓ ચોરી નથી કરી.

આ ઘટના વિશે એસએસપી ડૉ. સુનીલ ગુપ્તાએ કહ્યું કે, મહિલાને સાથે રાખનારા પિતાના કહ્યા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી પાસેથી બકરીઓ લઈને યુવકના પિતાને સોંપી દેવામાં આવી છે. ઘટનામાં મહિલાના પતિ રાજેશની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા અને તેનો પ્રેમી એક સાથે રહેવા પર રાઝી હોવાથી કોઈ પણ ફરિયાદ દાખલ નથી થઈ. જ્યારે આ ઘટનામાં તમામ નુકસાન પતિને વેઠવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

ભારત પાસેથી છિનવાઈ શકે છે T-20 વર્લ્ડ કપ 2021ની મેજબાની, ટેક્સ વિવાદને કારણે ICCએ BCCIને આપી ધમકી

Mansi Patel

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi

ના Hug કે ના Kiss! માસ્ક-ગ્લવ્સ સાથે હવે આ રીતે થશે ફિલ્મ-સીરિયલ્સની શૂટિંગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!