GSTV
Gujarat Government Advertisement

ઘર વાપસી/ ચૂંટણી પહેલાં પક્ષ છોડીને ગયેલા ગદ્દારોનું પક્ષમાં સ્વાગત નથી, મમતાએ આપ્યો ઝટકો

Last Updated on June 11, 2021 by Karan

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપના મોટા ચહેરા તરીકે ઉભરી આવેલા મુકુલ રોયની ઘર વાપસી થઇ છે.. મુકુલ રોય રાજ્યના સીએમ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીની હાજરીમાં ફરી ટીએમસીમાં જોડાઇ ગયા છે. મુકુલ રોય ટીએમસી ભવન પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી વડા મમતા બેનરજીની ઉપસ્થિતિમાં ચર્ચા કર્યા બાદ પુનઃ ટીએમસીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મમતા બેનરજીએ મુકુલ રોયને ટીએમસીનું સભ્યપદ આપ્યું હતું.

મુકુલ રોયના પુત્ર શુભ્રાન્શુ રોય પણ ટીએમસીમાં જોડાયા હતા

આ પ્રસંગે મુકુલ રોયના પુત્ર શુભ્રાન્શુ રોય પણ ટીએમસીમાં જોડાયા હતા. સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે, મુકુલ રોય ઘરે પરત આવ્યા છે, હું તેમને અભિનંદન પાઠવું છું. મુકુલ રોય આપણા પોતાના છે અને તેમનું સ્વાગત છે જ્યારે ચૂંટણી પહેલા પક્ષ છોડીને ગયેલા ગદ્દારોનું પક્ષમાં સ્વાગત નથી.

જે લોકોએ ગદ્દારી કરી છે તેમને અમે પક્ષમાં પરત નહીં લઈએ

ટીએમસી ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રેસ સાથે વાતચીત કરતા મુકુલ રોયે જણાવ્યું કે ભાજપમાંથી નિકળીને જૂના લોકોને ફરીથી મળીને મને સંતોષ થયો છે. હું ભાજપમાં કામ કરી શક્યો નહીં એટલે મારા જૂના ઘરે પરત આવી ગયો છું. મમતા બેનરજીએ પણ જણાવ્યું કે મુકુલ રોયે ચૂંટણી વખતે અમારી સાથે ગદ્દારી કરી નથી જે લોકોએ ગદ્દારી કરી છે તેમને અમે પક્ષમાં પરત નહીં લઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!