GSTV
Gujarat Government Advertisement

મમતા નહીં માને હાર/ નંદીગ્રામના રિટર્નિંગ ઓફિસરને મોતની મળી હતી ધમકી, બેઠક મામલે કોર્ટના દરવાજા ખખડાવીશું

Last Updated on May 3, 2021 by Harshad Patel

બંગાળ ચૂંટણી જીત્યા બાદ પણ નંદીગ્રામ સીટ પર હારનો સામનો કરનાર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પરિણામના બીજા દિવસે નંદીગ્રામમાં ગડબડ થયાનો આરોપ લગાવ્યો. મમતાએ કહ્યું કે,‘મને કોઈએ મેસેજ મોકલ્યો હતો કે નંદીગ્રામના રિટર્નિંગ ઓફિસરને ધમકી આપવામાં આવી હતી કે તેમની તરફથી જો રિકાઉન્ટિંગનો આદેશ આપવામા આવશે તો તેમની હત્યા થઈ શકે છે.

બંગાળ

રાજ્યપાલ પણ મને શુભકામના પાઠવી ચૂક્યા હતા

4 કલાક સુધી સર્વર ડાઉન હતું. ત્યાં સુધી કે રાજ્યપાલ પણ મને શુભકામના પાઠવી ચૂક્યા હતા. જે પછી અચાનક જ સ્થિતિ બદલાઈ ગઈ. હું તમામ કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરું છું, તેઓ હિંસાથી દૂર રહે. અમે જાણીએ છીએ કેન્દ્રીય દળોએ તેમને ઘણો ત્રાસ આપ્યો હતો. પરંતુ આપણે શાંતિ જાળવવાની છે.

પ્રથમ ઘટના છે જ્યારે કોઈ રાજ્યમાં પરિણામ બાદ વડાપ્રધાન દ્વારા ફોન કરાયો નથી

હાલ કોરોના સામેની લડાઈ લડવાની છે.’ મમતા બેનર્જીએ ચૂંટણી જીત્યાના બીજા દિવસે જ પત્રકારોને ફ્રન્ટલાઈન વર્કર્સ જાહેર કરવાની સાથે તેમને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી. મમતાએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે,‘આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ રાજ્યમાં પરિણામ બાદ વડાપ્રધાન દ્વારા ફોન કરાયો નથી. વડાપ્રધાને મને જીત બાદ ફોન નથી કર્યો.’ મમતાએ નંદીગ્રામ બેઠક મુદ્દે કોર્ટમાં જવાની વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દમનકારી નીતિ: હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને હાજર થવા કલેક્ટરે નોટિસ આપી, જો હાજર નહીં થયા તો આ એક્ટ હેઠળ કરશે કાર્યવાહી

Pravin Makwana

ઈન્કમ ટેક્સ રીટર્નમાં ધાંધિયા/ આ યુટિલિટી બહાર ન પડતાં વેપારીઓ કંટાળ્યા, સમયસર નહીં ભરાય રિટર્ન

Damini Patel

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!