મમતા બેનર્જી ભાજપની લોકપ્રિયતાના કારણે ડરી ગયા, આ નેતાનું ફરી ન ઉતરવા દીધું હેલિકોપ્ટર

યુપીના સીએમ યોગી આદિત્યનાથ બાદ એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરના લેન્ડિંગની પશ્વિમ બંગાળની સરકારે મંજૂરી આપવા ઇનકાર કર્યો. આજે શિવરાજસિંહની પશ્વિમ બંગાળના મદિનાપુરમાં રેલી સંબોધવાના હતા. પરંતુ મમતા સરકારે હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી ન આપી.

આ મામલે શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, મમતા બેનર્જી ભાજપની લોકપ્રિયતાના કારણે ડરી ગયા છે. મમતા બેનર્જી લોકતંત્ર પર હુમલો કરી રહ્યા છે. જેનો જવાબ પશ્વિમ બંગાળની જનતા મમતા બેનર્જીને લોકસભાની ચૂંટણીમાં આપશે. આ પહેલા સીએમ યોગીની રેલીને રદ કરવામાં આવી હતી. જે બાદ મમતા બેનર્જીએ શિવરાજસિંહના હેલિકોપ્ટરને બંગાળમાં લેન્ડિંગ માટે મંજૂરી આપી નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter